Monday, March 17, 2025
Homeરાજ્યજામનગરજામનગરના વેપારીની પેઢીમાં રૂા.37 કરોડના બીલો બનાવી નાખ્યા

જામનગરના વેપારીની પેઢીમાં રૂા.37 કરોડના બીલો બનાવી નાખ્યા

એક વર્ષથી બંધ રહેલી જીએસટી નંબરવાળી પેઢીના દસ્તવેજો મેળવ્યા: ભાવનગરના શખ્સે વેપારીને વિશ્ર્વાસમાં લઇ દોઢ વર્ષ દરમિયાન કરોડોના બિલો બનાવ્યા : વેપારી દ્વારા છેતરપિંડીની ફરિયાદ

જામનગરમાં રહેતાં યુવાન વેપારી ભાગીદારી સાથે છુટા થયા બાદ એક વર્ષ સુધી યુવાનની પેઢી દ્વારા વ્યાપારિક વ્યવહાર કરવામાં આવ્યા ન હતાં. જેથી એક શખ્સે યુવાનને વિશ્ર્વાસમાં લઇ પેઢીના દસ્તાવેજો અને બ્લેન્ક ચેકબુક મેળવી લઇ પેઢીના નામે દોઢ વર્ષ દરમિયાન 37 કરોડના બીલો બનાવી વેપારી સાથે વિશ્ર્વાસઘાત કરી છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

છેતરપિંડીન બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં હરિયા કોલેજ પાસે આવેલ કૈલાશનગર શેરી નંબર-6માં દ્વારકેશ એપાર્ટમેન્ટમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા મિત રસીકભાઈ ગડારા (ઉ.વ.24) નામના ડ્રાઈવિંગ કરતા યુવાન પાસે એપેકસ ઇન્ડસ્ટ્રીઝ નામની જીએસટી નંબર રજીસ્ટરવાળી પેઢી હોય અને તેના પાર્ટનરથી અલગ થયા પછી એક વર્ષ સુધી આ પેઢી દ્વારા કોઇપણ વ્યાપારિક વ્યવહાર કર્યા ન હતાં. જેથી ભાવનગરમાં નુરી ચોકડી પાસે રહેતાં હનિફ શેખ નામના શખ્સે મિતને તેની સાથે પાર્ટનરમાં વ્યાપાર કરવા માટે વિશ્ર્વાસમાં લીધો હતો અને ત્યારબાદ હનિફે મિત પાસેથી એપેકસ ઈન્ડસ્ટ્રીઝ નામની પેઢીના બધા કાગળો, બેંક ચેકબુક, એટીએમ કાર્ડ, સીમ કાર્ડ સહિતના દસ્તાવેજો મેળવી લીધા હતાં. ત્યારબાદ દોઢ વર્ષના સમય દરમિયાન હનિફે એપેકસ ઈન્ડસ્ટ્રીઝ નામની મિતની પેઢીના જીએસટી નંબરનો ઉપયોગ કરી રૂા.37 કરોડ બીલો બનાવી અને મિત સાથે વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.

દરમિયાન જીએસટી નંબરવાળી પેઢીમાં 37 કરોડ જેટલા જંગી રકમના બીલો બનાાવી નાખ્યાની જાણ થતા મિતે આ બનાવ અંગેની જાણ કરતા તેની દરેડ જીઆઈડીસી ફેસ-2 માં સીવનમાં પ્લોટ નંબર-297માં આવેલી એપેકસ ઈન્ડસ્ટ્રીઝના નામે કરોડોના બીલો બનાવી નાખવા અંગે પીઆઈ વી.જે. રાઠોડ તથા સ્ટાફે ભાવનગરના હનિફ શેખ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular