જામનગરના બેડી મરીન પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણના ગુનાની તપાસ દરમિયાન મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. તપાસમાં સામે આવેલી હકીકતોના આધારે પોલીસે કેસમાં પોક્સો એક્ટ, ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ એટ્રોસિટી એક્ટની ગંભીર કલમોનો ઉમેરો કરી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.
આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામનગર પોલીસ દ્વારા એલ.સી.બી. (LCB), એસ.ઓ.જી. (SOG) તેમજ સિટી ‘એ’, ‘બી’ અને ‘સી’ ડિવિઝનના અધિકારીઓ અને કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસની ટીમોએ પોરબંદર પોલીસના સહયોગથી રાણાવાવ નજીકથી ભોગ બનનાર અને આરોપીને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.
View this post on Instagram
પોલીસ દ્વારા ભોગ બનનારનું નિવેદન નોંધ્યા બાદ તપાસમાં નવા તથ્યો સામે આવતા કેસમાં પોક્સો એક્ટની કલમ 4, 8 અને 9, ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 65(1) તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(2)(5), 3(1)(w)(1) અને 3(1)(w)(2)નો ઉમેરો કરવામાં આવ્યો છે.
આ કેસમાં ઝડપાયેલા આરોપીની ઓળખ કાનાભાઈ કરાભાઈ ગોરાણીયા (ઉંમર 36 વર્ષ, વ્યવસાયે જેસીબી ડ્રાઈવર) તરીકે થઈ છે. પોલીસે આરોપીની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલુ છે અને કેસ સંબંધિત અન્ય પાસાઓની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે.


