ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર છે. રાજ્ય સરકારે કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થાનું બાકી એરિયર્સ ચૂકવવાનો નિર્ણય કર્યો છે.આ નિર્ણયનો લાભ રાજ્ય સરકારના 9.61 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને બાકી એરિયર્સનો લાભ અપાશે. જેમાં 5.11 લાખ કર્મચારીઓ અને 4.50 લાખ પેન્શનરોને બાકી એરિયર્સ ચૂકવાશે.
રાજ્ય સરકારે 5 ટકા મોંઘવારી ભથ્થાની જાહેરાત કર્યા બાદ ઓક્ટોબર-2019 થી ડિસેમ્બર-2019 સુધીના ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની ચૂકવણી બાકી હતી.જે હવે ઓગસ્ટના પગારમાં ચૂકવાશે. આ નિર્ણય બાદ સરકારને રૂ.464 કરોડનો વધારાનો ખર્ચ થશે.
આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે1 જુલાઈ 2019 થી 31 ડિસેમ્બર 2019 સુધી એમ કુલ-6 માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચૂકવવાનો નિર્ણય કર્યો હતો. તે પૈકી જૂલાઈ-2019થી સપ્ટેમ્બર-2019ના રકમની ચૂકવણી કરવામાં આવી હતી અને બાકી રહેતા ઓક્ટોબર-2019 થી ડિસેમ્બર-2019 સુધીના ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની ચૂકવણી બાકી હતી. તે એરિયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચૂકવવાનો નિર્ણય કર્યો છે.