સામાન્ય રીતે આપણા તેજાના મસાલા ખુબ પ્રચલિત છે રસોઇના વપરાશમાં વપરાતા આ ગરમ મસાલા રસોઇની તો સ્વાદિષ્ટ બનાવે જ છે. પરંતુ, સાથે સાથે લવિંગ અને એલચી ઘણાં લોકોને મોઢામાં રાખવાની ચાવવાની આદત હોય છે જે સ્વાસ્થ્યને ઘણીરીતે ફાયદાકારક છે તો ચાલો આજે લવિંગ અને એલચીને ચાવવાથી થતા ફાયદા અંગે વાત કરીએ….

લવિંગ અને એલચી હંમેશા પરંપરાગત દવામાં તેમના અદભૂત સ્વાસ્થ્ય લાભોને કારણે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મસાલા માત્ર સુગંધિત નથી. પરંતુ તેમાં એન્ટી ઓકસીડન્ટ આવશ્યક તેલ અને બાયોએકિટવ સંયોજનો હોય છે. એનસીબીઆઈ અનુસાર લવિંગમાં યુજેનોલ નામનું સંયોજન હોય છે. જે બળતરા ઘટાડે છે અને બેકટેરિયા સામે લડવામાં મદદ કરે છે.
પાચન સુધરે
લવિંગ અને એલચી પાચન ઉત્પેચકોને ઉતેજિત કરે છે જે ગેસ, એસિડીટ અને અપચો જેવી સમસ્યાઓ ઘટાડે છે.
શ્વાસમાં તાજગી
એન્ટીબેકટેરિયલ ગુણધમો મોઢામાં રહેલા બેકટેરિયાને દૂર કરે છે. શ્વાસની દુર્ગંધ અટકાવે છે. દાંતના દુ:ખાવામાં રાહત મળે છે.
ચયાપચયને વેગ
લવિંગ અને એલચી પાચનમાં સુધારો કરે છે. ઉર્જા સ્તરમાં સુધારો થાય છે.
બ્લડ સુગરને નિયંત્રિત
જર્નલ ઓફ મેડિસિનલ ફુડમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ લવિંગ અને એલચીમાં રહેલા સંયોજનો બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જેથી ડાયાબિટીસ માટે ફાયદાકારક સાબિત થયો છે.
કુદરતી પીડાનિવારક
લવિંગમાં યુજેનોલ નામનું સંયોજન હોય છે. જે કુદરતી એનેસ્પેટિક તરીકે કામ કરે છે તે દાંતના દુ:ખાવા ગળામાં અને સ્નાયુઓના દુ:ખાવામાં રાહત આપવામાં મદદક રે છે.
રોગપ્રતિકારક શકિત મજબુત બનાવે
લવિંગ અને એલચી બન્નેમાં એન્ટીઓકસીડેન્ટ અને એન્ટીમાઈક્રોબાયલ ગુણધર્મો હોય છે. જે શરીરને ચેપ સામે લડવા, બળતરા ઘટાડવામાં અને કુદરતી સંરક્ષણ પદ્ધતિઓને મજબુત બનાવે છે.
આમ, આપણા રસોડાના આ પ્રખ્યાત મસાલા એટલે કે, લવિંગ અને એલચીથી ફાયદા મળે છે. શરીરના પાચન તંત્રને સુધારી ઘણાં સ્વાસ્થ્ય લાભો મળે છે.
(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)