Monday, October 7, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં વિદેશી પક્ષીઓના આગમનનો પ્રારંભ...

જામનગરમાં વિદેશી પક્ષીઓના આગમનનો પ્રારંભ…

- Advertisement -

જામનગરમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ વિદેશી યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઇ ચૂકયું છે. શિયાળાની ઋતુમાં જામનગરમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવતાં હોય છે. શિયાળાની ઋતુ નજીક આવી રહી છે. ત્યારે આ વર્ષે પણ જામનગરમાં વિદેશીપક્ષીઓનું આગમન શરુ થઇ ચૂકયું છે. શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવ ખાતે દરવર્ષે વિદેશી પક્ષીઓ વિશાળ સંખ્યામાં આવતાં હોય છે. જેને નિહાળવા બાળકો સહિત અનેક લોકો મોટી સંખ્યામાં ઉમટતાં હોય છે. ખાસ કરીને વહેલી સવારે વિદેશી પક્ષીઓના કલબલાટ સાથે લાખોટા તળાવ ગુંજી ઉઠતું હોય છે. હજૂ આગામી દિવસોમાં શિયાળો નજીક આવતાં વિશાળ સંખ્યામાં વિદેશી પક્ષીઓ જોવા મળશે. હજૂ શરૂઆત હોય, ઓછી માત્રામાં વિદેશી પક્ષીઓ જોવા મળી રહ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular