Sunday, October 13, 2024
Homeબિઝનેસબેંકિંગ - ફાઈનાન્સ શેરોની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૯૭૫ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!

બેંકિંગ – ફાઈનાન્સ શેરોની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૯૭૫ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૫.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૫૬૦.૮૬ સામે ૪૯૮૩૩.૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૮૩૨.૭૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૫૮.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૭૫.૬૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૫૪૦.૪૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૩૩.૨૫ સામે ૧૫૦૧૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૯૯૨.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૨.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૮૮.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૨૨૨.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. કોરોના સાથે સાથે દેશ પર વિનાશક વાવાઝોડાની આવી પડેલી આફત છતાં ભારતીય શેરબજારમાં વિપરીત ચાલે આજે ફોરેન ફંડો, મહારથીઓએ શેરોમાં સાર્વત્રિક તેજીનું તોફાન ચાલુ રાખીને સેન્સેક્સને ૫૦,૫૦૦ અને નિફટીને ૧૫૨૦૦ની સપાટી પાર કરાવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા આ કુદરતી આફતના પરિણામે આવી પડનારી આર્થિક આફતને ધ્યાનમાં લઈને ટૂંક સમયમાં મેગા સ્ટીમ્યુલસ-આર્થિક પેકેજ જાહેર થવાની અપેક્ષાએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં અસાધારણ તોફાની તેજી આગળ વધી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા દેશના માથે આવી પડેલા આ મહાસંકટની સાથે હવે કેન્દ્ર સરકાર દ્વારા ફરી મેગા સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવામાં આવે એવી પૂરી શકયતાએ આજે ફંડોએ આજે બેંકિંગ શેરોની આગેવાનીમાં તોફાની તેજી કરી હતી.

- Advertisement -

દેશમાં કોરોના સંક્રમણની બીજી અત્યંત ઘાતક લહેર નીવડી રહી હોવા સાથે સાથે હવે આ સંક્રમણ ધીમું પડી રહ્યાના કેટલાક અહેવાલ – આંકડા વચ્ચે આજે ભારતીય શેરબજારમાં ફંડોએ શેરોમાં અવિરત તેજી કરી હતી. કોરોના સંક્રમણથી દેશભરમાં લોકડાઉનની પરિસ્થતિમાં આર્થિક વ્યવહારો મોટાપાયે થંભી ગયા હોઈ એક તરફ આર્થિક સંકટ ઘેરાઈ રહ્યા સામે કેન્દ્ર સરકાર અને ઉદ્યોજકો દ્વારા રાહતના લેવાઈ રહેલાં સરાહનીય પગલાંની પોઝિટીવ અસર બજાર પર જળવાઈ હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેક્સ, ફાઈનાન્સ, ટેલિકોમ, પાવર, યુટિલિટીઝ અને રિયલ્ટી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૮૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૬૭ અને વધનારની સંખ્યા ૧૯૫૨ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૭૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૩૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખી વિવિધ રાજ્યો દ્વારા લેવાયેલા નિયમનકારી પગલાંને પરિણામે બેકારીના દરમાં વધારો થયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીએ આ માહિતી આપી હતી કે દેશમાં આ વર્ષે ૧૬ મેના રોજ પૂરા થતાં સપ્તાહમાં બેકારીનો દર વધીને ૧૪.૫% થયો છે, જે એપ્રિલ માસમાં ૮% હતો. ગત ગયા વર્ષે માર્ચમાં સરકારે કોરોના વાયરસનાં ફેલાવાને રોકવા માટે લોકડાઉન લગાવી દીધું હતું. આનાથી આર્થિક પ્રવૃત્તિઓ અટકી જતાં ગત વર્ષે એપ્રિલ અને મે મહિનામાં બેકારીનો દર ૨૩%થી ઉપર હતો. ફરી આ વર્ષે એપ્રિલ માસમાં પણ બેરોજગારીમાં વધારો થયો છે અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટમાં પણ ઘટાડો આવ્યો છે.

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં સરેરાશ બેરોજગારી દર ૮.૮% હતો. મે મહિનામાં બેરોજગારીનો દર ૧૦%થી વધુ રહે તેવું અનુમાન છે. CMIE નાં આંકડા મુજબ કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ સતત પાંચમા અઠવાડિયામાં ૧.૫%નો ઘટાડો નોંધાવ્યો છે. મારા મતે જેમ જેમ વેક્સિનેશન પ્રોગ્રામ વ્યાપક બનશે તેમ તેમ સ્થિતિમાં સુધારો જોવા મળશે. કોરોનાના રસીકરણ અભિયાન હેઠળ મોટાભાગની વસ્તીને આવરી લેવાયા બાદ વર્તમાન નિયંત્રણો હળવા બનશે અને તેને પરિણામે આર્થિક ગતિવિધિઓને નોંધપાત્ર વેગ મળશે, જેનાથી ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ જોવાશે.

તા.૨૪.૦૫.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૧.૦૫.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૨૨૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૧૫૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૧૮૮ પોઈન્ટ થી ૧૫૧૦૫ પોઈન્ટ ૧૫૦૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૧.૦૫.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૪૮૫૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૩૫૦ પોઈન્ટના પ્રથમ અને ૩૫૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૬૭૬ પોઈન્ટ થી ૩૪૪૦૪ પોઈન્ટ, ૩૪૨૭૨ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • પિડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૯૮૧ ) :- સ્પેશિયાલીટી કેમિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૧૯ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૦૮ થી રૂ.૨૦૧૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૦૩૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૩૧૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૭૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૪૪ થી રૂ.૧૩૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૯૬ ) :- રૂ.૯૭૩ નો પ્રથમ તેમજ રૂ.૯૬૦ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૧૭ થી રૂ.૧૦૩૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટાટા કેમિકલ ( ૭૧૦ ) :- કોમોડિટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૩૭ થી રૂ.૭૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૮૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૬૯૯ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૭૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૧૭ થી રૂ.૭૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • પિરામલ એન્ટરપ્રાઇઝ ( ૧૭૨૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૬૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૦૭ થી રૂ.૧૬૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૧૧૩ ) :- રૂ.૧૧૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૦૯૭ થી રૂ.૧૦૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૭૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૨૬ ) :- ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૭૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૦૩ થી રૂ.૯૯૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ભારત ફોર્જ ( ૬૪૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૭૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૧૬ થી રૂ.૬૦૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૫૩૧ ) :- ૫૬૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૭૫ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૧૭ થી રૂ.૪૯૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular