જામનગર જિલ્લાના કાનાછીકારી જવાના માર્ગ પર ટ્રેકટર ડ્રાઇવીંગનું કામ સરખું ન કરતું હોવાનો ગૃપમાં જાણ કર્યાનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાનના બાઇક સાથે કાર અથડાવી છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ હુમલાના બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના ડેરાછીકારી ગામમાં રહેતાં અજયસિંહ ગુલાબસિંહ જાડેજા (ઉ.વ.29) અને રિલાયન્સ કંપનીમાં નોકરી કરતાં યુવાને તેની કંપનીમાં ટ્રેકટરનું ડ્રાઇવીંગ કરતાં હરિશ ખેતશી ડોસાણી નામનો શખ્સ તેનું કામ સરખું કરતો ન હોય અને ટ્રેકટર અન્ય જગ્યાએ ખાલી કરી નાખ્યાની જાણ યુવાન દ્વારા કંપનીના વોટ્સએપ ગૃપમાં કરી દેવામાં આવી હતી. આ બાબતનો ખાર રાખી હરિશ ડોસાણી તથા ચાર અજાણ્યા સહિતના શખ્સોએ બુધવારે બપોરના સમયે રિલાયન્સ બાયપાસ ગેઇટથી ડેરાછીકારી જવાના માર્ગ પર તળાવન નજીક પહોંચ્યો તે સમયે અજયસિંહના બાઇક સાથે જીજે37 એબી 1702 નંબરની કારમાં આવેલા ચાર શખ્સોએ યુવાનને મારી નાખવાના ઇરાદે કાર બાઇક સાથે અથડાવી હતી. ત્યારબાદ હરિશે છરી વડે અજયસિંહ ઉપર હુમલો કરી ઘા ઝિંકયા હતા. તેમજ ત્રણ અજાણ્યા શખ્સોએ કાચની બોટલના છુટા ઘા મારી યુવાનને ઇજા પહોંચાડી હતી. તેમજ ઢીકાપાટુનો માર પણ માર્યો હતો.
આ હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પી. પી. જયસ્વાલ તથા સ્ટાફે હરિશ તથા ત્રણ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા કમર કસી હતી.


