Wednesday, November 6, 2024
Homeરાજ્યહાલારખાડામાં મોરમ નાખવાની બાબતે યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો

ખાડામાં મોરમ નાખવાની બાબતે યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો

તારાણાથી અંબાલા ગામ તરફના માર્ગ પર ખેડૂત યુવાનને આંતર્યો : લોખંડના પાઈપ વડે અને પથ્થરોના ઘા મારી ઈજા પહોંચાડી : પોલીસ દ્વારા રાયોટીંગનો ગુનો નોંધી તપાસ

- Advertisement -

જોડિયા તાલુકાના તારાણા ગામથી અંબાલા ગામ તરફ જવાના માર્ગ પર મોરમ નાખી ખાડા બુરતા ખેડૂત યુવાનને પાંચ શખ્સોએ એકસંપ કરી એકસંપ કરી લોખંડના પાઈપ વડે અને પથ્થરોના છૂટા ઘા કરી ઈજા પહોંચાડી ટ્રેક્ટરમાં નુકસાન કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના તારાણા ગામમાં રહેતા મહેશભાઈ લખમણભાઈ પીઠમલ (ઉ.વ.40) નામનો ખેડૂત યુવાન બુધવારે સવારના સમયે તારાણાથી અંબાલા ગામ તરફ જવાના ખેતરના રસ્તે ખાડા બૂરવા માટે મોરમ નાખતો હતો. તે બાબતે તેના જ ગામના બીજલ મેઘા નાટડા નામના શખ્સે મોરમ નાખવાનો ખાર રાખી બીજલ અને ચાર અજાણ્યા સહિતના પાંચ શખ્સોએ મહેશનું ટ્રેક્ટર રોકી આંતરી લીધો હતો અને બીજલે લોખંડના પાઈપ વડે હુમલો કરી ગાળો કાઢી હતી. તેમજ ચાર અજાણ્યા શખ્સોએ પથ્થરોના ઘા મારી મુંઢ ઈજા પહોંચાડી હતી અને ટ્રેકટરોમાં પથ્થરોના ઘા કરી નુકસાન પહોંચાડયું હતું. હુમલો કર્યાના બનાવમાં ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ પી. જી. પનારા તથા સ્ટાફે પાંચ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હુમલાનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular