જામનગરના સીએ ઈન્કમટેકસ ટયુબીનલમાં વાઈસ ચેરમેન તરીકે નિમણૂંક થતા જામનગરનું ગૌરવ વધાર્યુ છે.

જામનગરના સીનીયર સીએ પ્રશાંત મહર્ષીની ભારત સરકાર દ્વારા ઈન્કમટેકસ ટયુબીનલમાં વાઈસ ચેરમેન જેવા મહત્વના પદ માટે નિમણૂંક કરી છે તેઓ અગાઉ જામનગર સીએ બ્રાન્ચના ચેરમેન તથા જામનગર ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવી ચૂકયા છે. તેમની આ નિમણૂંકથી જામનગરમાં આનંદની લાગણી જન્મી છે.