Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી ગાંજાના જથ્થા સાથે વધુ એક શખ્સ ઝબ્બે

જામનગર શહેરમાંથી ગાંજાના જથ્થા સાથે વધુ એક શખ્સ ઝબ્બે

એસઓજીએ વિકટોરીયા પુલ પાસેથી વઢવાણના શખ્સને દબોચ્યો: 500 ગ્રામ ગાંજો અને મોબાઇલ કબ્જે : જામનગરના શખ્સની સંડોવણી ખુલ્લી

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં એસઓજીની ટીમ દ્વારા અવાર-નવાર ચેકિંગ દરમિયાન નશીલા પદાર્થ ગાંજાનું જાહેરમાં વેંચાણ કરતાં શખ્સોને ઝડપી લઇ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. દરમિયાન વિકટોરીયા પુલ પાસેથી પોલીસે 500 ગ્રામ ગાંજાના જથ્થા સાથે વઢવાણના શખ્સને દબોચી લઇ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા જામનગર જિલ્લામાં નશીલા પદાર્થનું વેંચાણ કરાતું હોવાની ઘટના દિવસને દિવસે સામાન્ય બનતી જાય છે. શહેર અને જિલ્લામાં બેખોફ રીતે નશીલા પદાર્થનું વેંચાણ થતું હોવાનું પોલીસ ચોપડે નોંધાયેલું છે. દરમિયાન એસઓજીના વિરેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, દિનેશ સાગઠીયા, તોસિફ તાયાણીને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી એન ચૌધરી અને પીએસઆઇ એલ.એમ. ઝેર તથા સ્ટાફે બાતમીના આધારે વિકટોરીયા પુલ પાસે સિટી બસ સ્ટેન્ડની બાજુમાં જાહેર શૌચાલય નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી મુજબનો શખ્સ પસાર થતા એસઓજીએ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામમાં બસ સ્ટેન્ડ પાસે રહેતા મુબારક બાવરીયા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.5000 ની કિંમતનો 500 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે દશ હજારની કિંમતનો મોબાઇલ ફોન અને 250 ની રોકડ રકમમ અને તથા એક બેગ સહિત કુલ રૂા.15250 ના મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ ગાંજાના જથ્થામાં જામનગરના મામદ મુસા કકલની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે એસઓજીએ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular