Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારહરિપર મેવાસામાં રહેણાંક મકાનમાંથી લાયસન્સ વગરની પિસ્તોલ મળી આવી

હરિપર મેવાસામાં રહેણાંક મકાનમાંથી લાયસન્સ વગરની પિસ્તોલ મળી આવી

- Advertisement -

કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતાં શખ્સના મકાનમાં લાયસન્સ વગરની ગેરકાયદેસર પિસ્તોલ હોવાની બાતમીના આધારે એલસીબીએ રેઈડ દરમિયાન પિસ્તોલ સાથે શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા સપ્લાયરનું નામ ખુલ્યુ હતું.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતાં શખ્સ પાસે ગેરકાયદેસર પિસ્તોલ હોવાની એલસીબીના હરદીપ બારડ, મયુરસિંહ પરમાર, ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન અરમાન ઉર્ફે ભોલીયો ડાડા હાલેપોત્રા નામના શખ્સના મકાનમાંથી તલાસી લેતા રૂા.25000 ની કિંમતની લાયસન્સ વગરની ગેરકાયદેસર પિસ્તોલ મળી આવતા ધરપકડ કરી હતી.

એલસીબીની ટીમે પિસ્તોલ કબ્જે કરી અરમાનની પૂછપરછ હાથ ધરતા આ હથિયાર કાલાવડ તાલુકાના ધુનધોરાજીની સીમમાં રમેશભાઈ પટેલના ખેતરમાં રહેતા મહેશ નારણ રાઠવા નામના શખ્સ દ્વારા આપી હોવાની કેફિયત આપતા એલસીબીએ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી મહેશની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular