Sunday, October 6, 2024
Homeરાજ્યજામનગરપેલેસ જૈન દેરાસર : શ્રી શત્રુંજ્ય તિર્થની ભાવયાત્રા ઓન બ્લેક બોર્ડ

પેલેસ જૈન દેરાસર : શ્રી શત્રુંજ્ય તિર્થની ભાવયાત્રા ઓન બ્લેક બોર્ડ

- Advertisement -

પાલિતાણામાં જૈનોના પ્રથમ તિરથંકર આદેશ્વર ભગવાન શત્રુંજ્ય તિર્થ ઉપર બિરાજમાન છે. જ્યાં દરવર્ષે એક જ દિવસ ફાગણ સુદ 13ના રોજ ‘છ ગાઉ’ યાત્રા યોજાય છે. ત્યારે જામનગર શહેરમાં શત્રુંજ્ય તિર્થની ભાવયાત્રા અંતર્ગત સિધ્ધાંતમહોદધિ પ.પૂ. આચાર્ય પ્રેમસુરિશ્ર્વરજી મ.સા., પ.પૂ. આચાર્ય ભુવનભાનુસુરિશ્ર્વરજી મ.સા., પ.પૂ. આચાર્ય જયઘોષસુરિશ્ર્વરજી મ.સા.ની દિવ્ય કૃપા તથા પ્રશાંતમૂર્તિ પ.પૂ. વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રાજેન્દ્રસુરિશ્ર્વરજી મ.સા., તાર્કિક શિરોમણી પ.પૂ. આચાર્ય અભયશેખરસુરિશ્ર્વરજી મ.સા.ના આશિર્વાદથી પ.પૂ. પન્યાસપ્રવર જગતશેખરવિજયજી મ.સા. આદિ ઠાણા જામનગર શહેરના ગુરૂદત્તાત્રેય મંદિરની સામે આવેલ જૈન દર્શન ઉપાસક સંઘ (પેલેસ) દેરાસર પાસે આવેલા ગુલાબ બાગના પટાંગણમાં ફાગણ સુદ-13 તા. 23 શનિવારના રોજ સવારે 7 કલાકે શત્રુંજ્ય તિર્થના રહસ્યો ઓન બ્લેક બોર્ડ જણાવશે. જે સાથે જામનગરના જાણીતા સંગીતકાર વિક્રમભાઇ મહેતા એન્ડ પાર્ટી સંગીતની રમઝટ બોલાવશે. પાલિતાણામાં છ ગાઉ યાત્રા પૂર્ણ થયેલ જેમ પાલની ભક્તિનો લાભ હોય છે. તે જ રીતે આ કાર્યક્રમ પૂર્ણ થયે તમામ ભાવિકોને પાલ ભક્તિનો લાભ લેવા જણાવાયું છે. આ પાલભક્તિનો લાભ લેવા માટે પેલેસ દેરાસરની પેઢી તથા પટેલ કોલોની શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ દેરાસર પેઢીમાં રૂા. 20 (રિફંડેબલ) આપી પાસ મેળવી લેવા. પાસ મેળવવાનો આજે છેલ્લો દિવસ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular