Wednesday, August 26, 2026
Homeરાજ્યહાલારઆખલાએ ઢિંકે ચડાવતા ઓખાના વૃદ્ધનું મોત

આખલાએ ઢિંકે ચડાવતા ઓખાના વૃદ્ધનું મોત

ઓખામાં ગાંધીનગરી વિસ્તારમાં રહેતા કરીમભાઈ મંગાભાઈ ચાવડા નામના 71 વર્ષના મુસ્લિમ ભડેલા વૃદ્ધને રસ્તે રખડતા ખૂંટિયાએ પછાડી દેતા ગંભીર રીતે ઘવાયેલા કરીમભાઈ ચાવડાને લોહી લુહાણ હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર હમીદભાઈ કરીમભાઈ ચાવડાએ ઓખા મરીન પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular