જામનગર શહેરમાં આવેલા મોરકંડાની મુખ્ય કેનાલ ઉપર ખડકાયેલું ગેરકાયદેસર બાંધકામ આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં મોરકંડા રોડ પર આવેલી મુખ્ય કેનાલ ઉપર 1200 ફૂટનો ગેરકાયદેસર બાંધકામ ખડકાઈ ગયું હતું. આ ગેરકાયદેસર બાંધકામ ધારકને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ, નોટિસની અવગણના કરી મકાન ખાલી કરવામાં આવ્યું ન હતું. જેથી આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર મકાન ખાલી કરાવી તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી.
જામનગરમાં મોરકંડા રોડ પર ગેરકાયદેસર મકાન તોડી પડાયું
1200 ફૂટ બાંધકામ ધારકને નોટિસ ફટકારી : નોટિસની અવગણના થતા એસ્ટેટ શાખા દ્વારા કાર્યવાહી


