Friday, September 13, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં કારખાનામાંથી કર્મચારી 15 લાખનું પીતળ ચોરી કરી ગયો !

જામનગરમાં કારખાનામાંથી કર્મચારી 15 લાખનું પીતળ ચોરી કરી ગયો !

બે વર્ષના સમય દરમિયાન બાઈક પર 2500 કિલો પીતળના મીજાગરાની ચોરી : 15 લાખનું પીતળ ચોરી ગયાની કારખાનેદાર દ્વારા પોલીસ ફરિયાદ

- Advertisement -

જામનગર શહેરના શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા બ્રાસપાર્ટના કારખાનામાં નોકરી કરતા કર્મચારીએ બે વર્ષના સમય દરમિયાન કારખાનામાંથી આશરે પંદર લાખની કિંમતનો બ્રાસપાર્ટનો સામાન ચોરી કરી ગયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં લાલપુર ચોકડી પાસેના સેટેલાઈટ પાર્કમાં રહેતા હરેશભાઈ મુંગરા નામના યુવાનનું બ્રાસપાર્ટનું કારખાનું શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલું છે. આ દ્રષ્ટિ એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં નોકરી કરતો જગદીશ દેવશીભાઈ ચુડાસમા નામના કર્મચારી શખ્સે છેલ્લાં બે વર્ષના સમયગાળા દરમિયાન કારખાનામાંથી જુદા જુદા સમયે તેના જીજે-10-સીએલ-7906 અને એકટીવા જીજે-10-ડીબી-3825 નંબરના બાઈક પર પીતળના મીજાગરાની 40 થી 45 કિલોની એક પેટી મળી કુલ રૂા. 15 લાખની કિંમતના 600 રૂપિયા કિલો એવા 2500 કિલો પીતળના મીજાગરાની ચોરી કરી ગયો હતો. બે વર્ષ દરમિયાન થયેલી પંદર લાખના પીતળની ચોરી ધ્યાને આવતા કારખાનેદારે સિટી સી ડિવિઝનમાં તેના જ કર્મચારી જગદીશ વિરૂધ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પીએસઆઈ એન.પી. જોશી તથા સ્ટાફે જગદિશ વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular