મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ જામનગર દ્વારા પડતર પ્રશ્ર્નોને લઇને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ અંગે યોગ્ય નિર્ણય કરવા માંગણી કરવામાં આવી છે.
મહાનગર પાલિકા શિક્ષક સંઘ જામનગર દ્વારા કલેકટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાજ્યના તમામ કર્મચારીઓના હિતમાં કેટલાંક પ્રશ્ર્નોને લઇ ગુજરાત રાજ્ય સંયુકત કર્મચારી મોરચો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આંદોલન કરાયું હતું. તા.16/09/2022 ના રોજ પડતર પ્રશ્ર્નોના ઉકેલ માટે સરકાર દ્વારા બનાવેલ પાંચ મંત્રીઓની કમિટી સાથે મહદઅંશે પ્રશ્ર્નોના નિકાલ કરાયા હતાં. આમ છતાં થયેલ સમાધાન મુજબ ત્રણ પ્રશ્ર્નોને હજુ સુધી નિરાકરણ આવ્યું નથી.
જેમાં તા.1/04/2005 પહેલાં ભરતી થયેલ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા, 01/04/2005 પછી ભરતી થયેલ કર્મચારીઓને સીપીએફમાં સરકાર દ્વારા 10 ટકાની બદલે 14 ટકા ફાળો ઉમેરવા તથા વડોદરા, ભાવનગર, ગાંધીનગર તેમજ 13 નગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને 4200 ગે્રડ પે માં એરીયસ ચુકવવા સહિત પડતર પ્રશ્ર્નો અંગે રજૂઆત કરાઇ છે.
મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા, મહામંત્રી રાકેશ માકડિયા, હોદ્ેદારો દિપકભાઈ ગલાણી, હેતલબેન પંચમતિયા, સંદિપ સિંઘલ, દેવતભાઈ સુવા, જયભાઈ, અરવિંદભાઈ સોલંકી, જીજ્ઞાબેન કણસાગરા, જિલ્લા માધ્યમિક સંઘના પ્રમુખ મહેશભાઈ મુંગરા, આદેશભાઈ મહેતા સહિતના કારોબારી સભ્યો દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું.