Friday, January 24, 2025
Homeરાજ્યજામનગરજી.જી. હોસ્પિટલ નજીકથી દારૂ પીધેલ હાલતમાં એમ્બ્યુલન્સ ચલાવતો ડ્રાઇવર ઝડપાયો

જી.જી. હોસ્પિટલ નજીકથી દારૂ પીધેલ હાલતમાં એમ્બ્યુલન્સ ચલાવતો ડ્રાઇવર ઝડપાયો

સીટી-બી ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગરમાં જી.જી. હોસ્પિટલ નજીકથી સીટી-બી પોલીસે દારુ પીધેલ હાલતમાં ખાનગી એમ્બ્યુલન્સ ચલાવતાં ડ્રાઇવરને ઝડપી લઇ એમ્બ્યુલન્સ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સૂચના મુજબ સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા કાયદાનો ભંગ કરતાં વાહન ચાલકો વિરુધ્ધ નાઇટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ગત તા. 13ના રોજ જી.જી. હોસ્પિટલ પાસે વાહન ચેકિંગ દરમિયાન જી.જી. હોસ્પિટલના છેલ્લા ગેઇટ પાસે ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા દારુ પીધેલ હાલતમાં ખાનગી એમ્બ્યુલન્સ લઇ નિકળતાં પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી એમ્બ્યુલન્સ કબજે કરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular