Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરપોલીસ કસ્ટડીમાંથી નાશી જવાના ગુનાના આરોપીની જામીન મુક્તિ

પોલીસ કસ્ટડીમાંથી નાશી જવાના ગુનાના આરોપીની જામીન મુક્તિ

- Advertisement -

જામનગર કિશનચોક સુમરા ચાલી ઉનની કંદોરી પાસે બે જૂથ વચ્ચે મારામારી હત્યા પ્રયાસનો ગુનો બન્યો હતો. તેમાં એકપક્ષના આરોપીઓની સામે આઇપીસી કલમ 307 વગેરે મુજબ ગુનો નોંધાયેલો તે ગુનાના આરોપી તોસીમ આમદભાઇ ખફીની પોલીસે ધરપકડ કરી જામનગર સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટશેનમાં લાવવામાં આવ્યા હતાં.

- Advertisement -

દરમિયાન આ આરોપી તોસીમ આમદભાઇ ખફી જામનગર સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી નાશી જતાં તે બનાવ અંગે જામનગર સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આઇપીસી કલમ 224, 225 મુજબ ગુનો નોંધી તપાસ દરમિયાન પોલીસે આરોપી તોસીમ આમદભાઇ ખફીની ધરપકડ કરી હતી. આરોપી દ્વારા જામનગર સેશન્સ અદાલતમાં જામીન ઉપર મુક્ત થવા અરજી કરતા જામનગર એડી. સેશન્સ જજ એસ.ડી. મહેતા દ્વારા આરોપીના વકીલની દલીલો રજૂઆત ધ્યાને લઇ આરોપી તોસીમ આમદભાઇ ખફીને રૂા. 25000ના જામીન ઉપર મુક્ત કરવા હુકમ કર્યો છે.

આરોપી તરફે વકીલ ચંદ્રકાંત એચ. ઠાકર તથા વનરાજસિંહ વાળા રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular