Tuesday, April 16, 2024
Homeરાજ્યખંભાળિયા નજીક માતેલા સાંઢની જેમ જતા કારના ચાલકે અડફેટે લેતાં બાઈક સવાર...

ખંભાળિયા નજીક માતેલા સાંઢની જેમ જતા કારના ચાલકે અડફેટે લેતાં બાઈક સવાર દંપતિ-પુત્ર ઇજાગ્રસ્ત

અકસ્માત સર્જી કારચાલક પલાયન

- Advertisement -
ખંભાળિયા જામનગર ધોરીમાર્ગ પર રાત્રિના સમયે પુરપાટ જતી એક મોટરકારના ચાલકે આ માર્ગ પર જઈ રહેલા એક મોટરસાયકલને લેતા તેમાં જઈ રહેલા દંપતિ તથા તેમના પુત્રને બીજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.
 આ અંગેની વિગત મુજબ ખંભાળિયાની શ્રીજી સોસાયટી વિસ્તારમાં રહેતા ભાવિકભાઈ હર્ષદભાઈ મોટાણી નામના 40 વર્ષના વેપારી યુવાન ગત તારીખ 15 મીના રોજ રાત્રિના આશરે દસેક વાગ્યાના સમયે તેમના ધર્મપત્ની મેઘાબેન તથા પુત્ર વિહાનને સાથે લઈને તેમના હોન્ડા સાઈન મોટરસાયકલ પર જામનગર હાઈ-વે પર જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 બી. 5182 નંબરના એક i-20 મોટરકારના ચાલકે ભાવિકભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતમાં બાઈકમાં જઈ રહેલા મેઘાબેન તથા તેમના પુત્ર વિહાનને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. આ અકસ્માત સર્જી આરોપી કારચાલક નાસી છૂટી હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈ-20 કારના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 337 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular