Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

જામનગર શહેરમાં રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

- Advertisement -

જામનગર શહેરના રાંદલનગર રોડ પરના વિસ્તારમાં રહેતા શખ્સના મકાનમાં એલસીબીની ટીમે રેઈડ દરમિયાન રૂા.1.34 લાખની કિંમતની ઈંગ્લીશ દારૂની 336 બોટલ કબ્જે કરી એક શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા વધુ એક શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસીમાંથી પસાર થતા શખ્સને ઈંગ્લીશ દારૂની 1 બોટલ સાથે પોલીસે ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રાંદલનગર રોડ પર આવેલા શાંતિનગર શેરી નં.7 ના છેડે રહેતા દશરથસિંહના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની હરદિપ ધાંધલ, યશપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી એલસીબીના પીઆઈ કે.જી. ચૌધરી, પીએસઆઈ બી.એમ. દેવમુરારી, આર.બી. ગોજિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, માંડણભાઈ વસરા, અશ્ર્વિનભાઈ ગંધા, હરપાલસિંહ સોઢા, ફિરોજભાઈ દલ, હિરેનભાઈ વરણવા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદ પરમાર, યશપાલસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, દિલીપ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, હરદિપ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, ધાનાભાઈ મોરી, રઘુવીરસિંહ પરમાર, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા તથા અરવિંદગીરી સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.1,34,400 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 336 બોટલ મળી આવતા પોલીસે દારૂ અને એક મોબાઇલ સાથે દશરથસિંહ ઘનશ્યામસિંહ જાડેજા નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો જામનગરના ગોકુલનગરમાં રહેતા કરશન ઉર્ફે કનુ સોમજી વાઘેલા નામના શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાની કેફીયત આપી હતી. જેના આધારે એલસીબીએ કરશનની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

બીજો દરોડો, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-3 વિસ્તારમાંથી પસાર થતા નીતિન જેરામ નકુમ નામના ચેલા ગામના શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની એક બોટલ મળી આવતા અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular