Tuesday, April 23, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીનો અર્થ પરિણામોમાં કેવો દેખાશે?

ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીનો અર્થ પરિણામોમાં કેવો દેખાશે?

- Advertisement -

ગુજરાતના પક્ષીય રાજકારણ અમદાવાદ સહિત રાજયની છ મોટી મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકા અને જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે બન્ને મુખ્ય પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટી અને છેલ્લા 20-25 વર્ષથી વિરોધ પક્ષમાં બેસતી કોંગ્રેસના રાજકીય લેખાજોખા ચકાસીએ તો પ્રથમ વાર આવેલી કેજરીવાલની આમ આદમી પાર્ટી ઔવેસીની પાર્ટી અને વસાવાની આદિવાસી પાર્ટી અને એક નવી સરદાર પાર્ટી પરિણામોમાં શું હાસલ કરશે તે તો કહેવું કઠિન છે. પરંતુ સત્તાધારી પાર્ટી અને કોંગ્રેસને એલર્ટ મોડમાં તો રાખશે જ.

- Advertisement -

છ મોટા શહેરોમાં સત્તાધારી પક્ષ ભાજપે 2015માં બધા કોર્પોરશેન કબ્જે કર્યા છે અને ઘણા વોર્ડસમાં કોંગે્રસે બેઠકો આંચકી હતી. તેવું તો આ ચૂંટણીમાં પણ જોવા મળશે. પરંતુ કેન્દ્રની મોદી સરકારે અને રાજયની રૂપાણી સરકારે કોરોના સામેના યુધ્ધમાં દવા દારૂ મોંઘી ટ્રીટમેન્ટ આપવામાં પાછળ વળીને જોયુ નથી તે ચોકકસ ભાજપને ફાયદો કરી આપશે. બીજી તરફ કોંગ્રેસના અસંતુષ્ટ તત્વો પણ ભાજપને મદદ કરશે.

સૌરાષ્ટ્રમાં કેજરીવાલની પાર્ટી સારી એવી મહેનત કરી સ્વચ્છ છાપવાળા ખેડૂતો અને પાટીદારોને મેદાનમાં ઉતાર્યા છે. ને ચોકકસ ભાજપ અને કોંગ્રેસના ઓછા વતા વોટ બગાડશે. સુરતમાં પણ આપ પાર્ટી બન્ને પક્ષો શરૂ કરે તે પહેલા પ્રચાર પ્રસારમાં આગળ વધી રહી છે.

- Advertisement -

ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર.પાટીલે વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી એક જ ઝટકે પક્ષની ઝોળીમાં નાંખી દેતા પહેલો ઘા શૂરાને સાબિત કરી દીધું છે અને નવા માળખામાં જૂના જોગીઓને પડતા મુકયા હોઇ તેઓ કમલમ ખાતે સાહેબની નજરમાં જ રહે છે. કારણ કે, પાટીલની ગુડબુકમાંથી ગયા તો રાજકારણમાંથી હટી જઇશું તેવી ભીતિમાં રહે છે. જયારે કોંગ્રેસના ભાવિ વિશે તેઓના જ સિનીયર નેતાઓ ચૂપકીદી સેવી રહ્યા છે. દિગ્ગજ નેતાઓ અહેમદ પટેલના અવસાન બાદ, પાર્ટીના હાઇકમાન્ડે પણ ગુજરાતને અવગણીનાંખ્યું છે. 2017ની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ પાટીદાર કાર્ડ ચલાવી તે વખતના સી.એમ. આનંદીબેન પટેલને ઘર ભેગા કર્યા હતા. સત્તાધારી પાર્ટી હારતા બચી ગઇ હતી.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલાને કોંગ્રેસમાં હજૂ કોઇ સ્થાન આ5યું નથી અને અપક્ષોના રાફડાને કેમ સાચવી લેવા તેમાં સત્તાધારી ભાજપ માહિર છે. અને આમ ઘીના ઠામમાં ઘી ઢળશે તે ગુજરાતની ચૂંટણીઓની ફલશ્રુતિ હશે તેવું રાજકિય નિષ્ણાંતનું માનવું છે.(સૌજન્ય : અનિલ પાઠક)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular