Thursday, April 18, 2024
Homeરાજ્યજામનગરજામનગરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો

જામનગરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો

- Advertisement -

જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 49 માં આવેલા વાલ્મિકીનગર પાસે રહેતા શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડદ રમિયાન તલાસી લેતા રૂા.18000 ની કિંમતની 36 બોટલ દારૂ અને 64 નંગ ચપલા તથા 12 ટીન બીયર મળી આવતા દારૂ-બીયરનો જથ્થો કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી. ધ્રોલ તાલુકાના લતીપર ગામ પાસેથી પોલીસે દારૂની બોટલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 49 માં આવેલા વાલ્મિકીનગર પાસે રહેતાં હરસુખ નાથા જેઠવા નામના શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઈ આર.એલ. ઓડેદરા તથા સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.18000 ની ઈંગ્લીશ દારૂની 36 બોટલ અને રૂા.6400 ની કિંમતના 64 નંગ ચપટા તથા રૂા.2400 ની કિંમતના 12 ટીન બીયર મળી આવતા પોલીસે રૂા.26,800 ની કિંમતનો દારૂ-બીયરનો જથ્થો કબ્જે કરી હરસુખની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો, ધ્રોલ તાલુકાના લતીપર ગામથી પીઠડ જવાના માર્ગ પરથી પસાર થતા વિપુલ ઉર્ફે ભુરો મગન કેશુર નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના પાસેથી રૂા.1500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 3 બોટલ મળી આવતા પોલીસે વિપુલની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular