ખંભાળિયા તાલુકાના નવી મોવાણ ગામે રહેતા વેજાણંદભાઈ નારણભાઈ ગોજીયા નામના 55 વર્ષના આહિર આધેડ ગુરુવારે રાત્રિના સમયે તાલુકાના વિરમદળથી જુવાનગઢ ગામ વચ્ચે ભાતેલ ગામ પાસેથી પસાર થતા રેલવે ટ્રેક હેઠળ આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પુત્ર પરબતભાઈ ગોજીયાએ પોલીસને કરી હતી.