Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારજામજોધપુરના ચિરોડા ગામ પાસેથી રિવોલ્વર અને પિસ્તોલ સાથે શખ્સ ઝબ્બે

જામજોધપુરના ચિરોડા ગામ પાસેથી રિવોલ્વર અને પિસ્તોલ સાથે શખ્સ ઝબ્બે

એલસીબીની ટીમે બાતમીના આધારે દબોચ્યો: રિવોલ્વર, પિસ્તોલ અને કાર્ટિસ સહિત 75,300નો મુદ્દામાલ કબ્જે: હથિયાર સપ્લાયરનું નામ ખુલતા શોધખોળ

- Advertisement -

જામજોધપુર તાલુકાના ચિરોડા ગામના પાટિયા પાસેથી એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે શખ્સને દબોચી લઇ તેની પાસેથી એક પિસ્તોલ અને રિવોલ્વર તથા ત્રણ જીવતા કાર્ટિસ સહિત રૂા.75300ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ જામજોધપુર તાલુકાના ચિરોડા ગામના પાટિયા પાસેથી હથિયાર સાથે શખ્સ પસાર થવાની એલસીબીના સંજયસિંહ વાળા, દિલીપ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા અને કાસમ બ્લોચને મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી.એન. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા તથા સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબના શખ્સ જીજે10બીક્યુ 5371 નંબરના એકટીવા પરથી પસાર થતા એલસીબીની ટીમે આંતરી લીધો હતો.

એલસીબી દ્વારા એકટીવા ચાલક સુરેશ ઉર્ફે સુર્યો વિજય સોનારા (રણજીતસાગર રોડ, જામનગર) નામના શખ્સને ચિરોડા ગામના પાટિયા પાસેથી આંતરી તલાશી લેતા તેના કબ્જામાંથી રૂા.25,000 ની કિંમતની લાઇસન્સ વગરની ગેરકાયદેસર પિસ્તોલ અને રૂા.10,000 ની કિંમતની એક રિવોલ્વર તેમજ ત્રણ જીવતા કાર્ટિસ અને રૂા.40,000ની કિંમતનું એકટીવા મળી કુલ રૂા.75,300ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ હથિયાર જામનગરના મેઘરાજ ઉર્ફે મુકલો સિંધી નામના શખ્સ પાસેથી ખરીદ્યાની કેફિયત આપતા એલસીબીએ બે શખ્સો વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી હથિયાર સપ્લાયરની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular