Wednesday, August 19, 2026
Homeરાજ્યખંભાળિયામાં દિપોત્સવી પર્વને અનુલક્ષીને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું

ખંભાળિયામાં દિપોત્સવી પર્વને અનુલક્ષીને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું

ખંભાળિયામાં હાલ દિવાળીના દિવસો ચાલી રહ્યા છે અને શહેરની બજારમાં ગ્રાહકોની અવરજવર વધી રહી છે. ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબૂત બની રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તથા સ્ટાફ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ સ્ટાફ દ્વારા અહીંની મેઈન બજાર, ઝવેરી બજાર, નગર ગેઈટ સહિતના જુદા-જુદા વિસ્તારોમાં ચાલીને પેટ્રોલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular