આ સપ્તાહ બુધવાર (10 ફેબ્રુઆરી) અને ગુરુવાર (11 ફેબ્રુઆરી)ના રોજ મકર રાશિમાં એકસાથે 7 ગ્રહ રહેશે. આ દિવસોમાં સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આ બધા ગ્રહ મકર રાશિમાં મોટો યોગ બનાવી રહ્યા છે. નવમાંથી 7 ગ્રહો એકસાથે એક જ રાશિમાં રહેશે, અનેક લોકો માટે પરેશાનીઓ વધારી શકે છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, આ સમયે બારેય રાશિના લોકો માટે સાવધાન રહેવાનો સમય છે. કોઇપણ કામમાં બેદરકારી ન કરો. વાહન ચલાવતી સમયે સાવધાન રહો. જાણ્યે-અજાણ્યે કોઇનો અનાદર ન કરો. સમજી-વિચારીને વાત કરો અને વાદ-વિવાદથી બચવું. આ 7 ગ્રહોના યોગથી થતાં અશુભ પ્રભાવને ઓછો કરવા માટે આરાધ્ય દેવની પૂજા કરવી જોઇએ.
આ સપ્તાહ 11 ફેબ્રુઆરીએ મૌની અમાસ છે. આ તિથિએ કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરો. સ્નાન કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. કોઇ ગૌશાળામાં ગાયને લીલું ઘાસ ખવડાવો. જો કોઇ નદીમાં સ્નાન કરવા જઇ શકો નહીં તો ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને બધાં જ તીર્થ અને નદીઓનાં નામનો જાપ કરીને સ્નાન કરો.
12 ફેબ્રુઆરીએ કુંભ સંક્રાંતિ છે, એટલે સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે સવારે જલદી જાગવું અને સૂર્યને તાંબાના લોટાથી જળ ચઢાવો. ઓમ સૂર્યાય નમ: મંત્રનો જાપ ઓછામાં ઓછો 108 વાર કરો. કોઇ મંદિરમાં ગોળનું દાન કરો.
ચંદ્ર અને શુક્ર માટે શિવલિંગ ઉપર ચાંદીના લોટાથી દૂધ ચઢાવો. બુધ ગ્રહની અશુભ અસરથી બચવા માટે ગણેશજીની પૂજા કરો. ગણેશજીને દૂર્વા ચઢાવો. ગુરુ ગ્રહ માટે શિવલિંગ ઉપર ચણાના લોટના લાડવા અને પીળા ફૂલ ચઢાવો. શનિદેવની અશુભ અસરથી બચવા માટે કાળા તલ અને તેલનું દાન કરો.
12 તારીખથી ગુપ્ત નવરાત્રિ શરૂ થઇ રહી છે. આ દિવસોમાં ગુપ્ત સાધનાઓ કરવામાં આવે છે. દેવી માતાની પૂજા કરો. ધૂપ-દીપ પ્રગટાવો.