Tuesday, May 21, 2024
Homeરાજ્યગુજરાતભાજપનો આંતરિક સર્વે શહેરોમાં જીત સરળ, ગામડાંઓમાં જીતવું અઘરૂં

ભાજપનો આંતરિક સર્વે શહેરોમાં જીત સરળ, ગામડાંઓમાં જીતવું અઘરૂં

- Advertisement -

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે માત્ર થોડાક જ દિવસો બાકી રહ્યા છે. આ ચૂંટણી એ સત્તાધારી પક્ષ અને વિપક્ષો કાંટાની ટક્કર રહે એવી અટકળો લગાવાઈ રહી છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ આંતરિક સર્વે કરાવ્યો છે, જેમાં છ મહાનગરપાલિકામાં ભાજપના વિજયની શક્યતા છે, જેમાં પણ તમામ છ મહાનગરપાલિકામાં ભાજપ તરફી વાતાવરણ હોવાનો સર્વેનો રિપોર્ટ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ભાજપને ઘણી મુશ્કેલી પડી શકે એવી શક્યતાઓ સર્વેમાં બહાર આવી છે, 31 જિલ્લા પંચાયતમાંથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સ્થિતિ ભાજપ માટે સૌથી વધુ પડકારજનક છે.જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકામાં ભાજપની પીછેહટ પાછળનાં એવાં કારણો તારવવામાં આવ્યાં છે કે શહેરો જેટલી સુવિધા હજુ ગામડાંમાં ઉપલબ્ધ થઈ નથી, સાથે સાથે ગ્રામ્ય મતદારો ઘણા શાણા-સમજુની સાથે જ્ઞાતિવાદ, પરિવાર તથા સમાજવાદમાં વધુ માનતા હોવાથી રાજકીય પક્ષ કરતાં વધુ ઉમેદવારને ધ્યાનમાં રાખીને મતદાન કરતા હોય છે, તેથી માત્ર ભાજપના ચિહનથી જીતવું ઘણું અઘરૂં છે.

- Advertisement -

આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પણ ભાજપની સરકારથી સંપૂર્ણ સંતુષ્ટ નથી, દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ભલે ગુજરાતના ખેડૂતો જોડાયા નથી, પરંતુ ચૂંટણીમાં મતદાનના માધ્યમથી ખેડૂતો રોષ વ્યકત કરી શકે એવી પણ સંભાવના છે. ગ્રામીણ વિસ્તારમાં ભાજપ માટે ઉમેદવાર પસંદગી પર તમામ આધાર રહેલો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. પક્ષોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ છે કે ટિકિટ વાંછુુઓની પણ લાઈનો લાગી છે.

તમામ પક્ષોએ તેમના ઉમેદવાર પણ જાહેર કર્યા છે. રાજ્યમાં કોરોનાકાળની તમામ તૈયારીઓ સાથે મહાનગરપાલિકાઓની નગરપાલિકા 21 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. 6 મહાનગર પાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular