Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવ્યાજે રૂપિયા આપી ફરિયાદીનું મોટરસાઈકલ તથા રૂપિયા પડાવી લેનાર વ્યાજખોરોને ઝડપી લેતી...

વ્યાજે રૂપિયા આપી ફરિયાદીનું મોટરસાઈકલ તથા રૂપિયા પડાવી લેનાર વ્યાજખોરોને ઝડપી લેતી પોલીસ

- Advertisement -

જામનગરમાં વ્યાજે રૂપિયા આપી ફરિયાદીનું મોટરસાઈકલ તથા રૂપિયા પડાવી લેનાર બે વ્યાજખોરોને જામનગર સિટી સી ડીવીઝન પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો ડામવા માટે શરૂ કરાયેલ ઝુંબેશ અંતર્ગત રાજ્યમાં વ્યાપક ફરિયાદો નોંધાઈ છે. આ ઝુંબેશમાં પોલીસ વિભાગ દ્વારા ઠેક ઠેકાણે લોક દરબાર યોજી વ્યાજના વિષચક્રમાં પીડાતા લોકોને વ્યાજના ચૂંગલમાંથી બહાર કાઢવા ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા ઈવા પાર્ક 2 અટલ બિહારી વાજપાઈ ભવન મકાન નં.ડી-208 માં રહેતાં અને વેપાર કરતા સુનિલભાઈ કાસુન્દ્રા નામના પટેલ યુવાને જામનગરના ધર્મેશ ડાભી તથા મહેન્દ્ર ડાભી પાસેથી અગાઉ રૂા.3 લાખની રકમ વ્યાજે લીધી હતી. આ રકમ વ્યાજખોરોએ વ્યાજના રૂા.1,08,000 કાપી અને રૂા.1,92,000 આપ્યા હતાં. ત્યારબાદ એક લાખ રૂપિયા 10 ટકા વ્યાજે લીધા હતાં. જેમાં 64 હજાર રૂપિયા આપી 36 હજાર વ્યાજના કાપી લીધા હતાં. ત્યાબાદ વેપારીએ વધુ 26 હજારની રકમી ભરી કુલ રૂપિયા 62 હજાર ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરોએ વેપારી યુવાનને માર મારવાની તેમજ મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક યુવાનનું જીજે-10-ડીએમ-0853 નંબરનું બાઇક પચાવી પાડયું હતું. આ કેસમાં જામનગર સિટી સી પોલીસે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક વી.ડી.વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પીે.એલ. વાઘેલા સહિતના સ્ટાફે ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ અરજણ ડાભી તથા મહેન્દ્ર ઉર્ફે મહેશ અરજણ ડાભી નામના બે શખ્સોને ઝડપી લીધા હતાં અને અન્ય સહ આરોપોઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular