Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરહાલારમાં પીજીવીસીએલની ટીમો દ્વારા ચોથા દિવસે ચેકિંગ કામગીરી

હાલારમાં પીજીવીસીએલની ટીમો દ્વારા ચોથા દિવસે ચેકિંગ કામગીરી

- Advertisement -

જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલની ટીમો દ્વારા ચાર દિવસથી ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત આજે ચોથા દિવસે જામનગરના પટેલ કોલોની,દરબારગઢ, સાત રસ્તા સબ ડીવીઝનના વિસ્તારોમાં 32 ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કામગીરી આરંભી હતી. આ પહેલાં ત્રણ દિવસ દરમિયાન કુલ 54.60 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ આજે ચોથા દિવસે જામનગર શહેરના દરબારગઢ, પટેલ કોલોની અને સાત રસ્તા સબ ડીવીઝનના ધરારનગર, ગુલાબનગર, માધાપરભુંગા, બેડીરોડ સહિતના વિસ્તારોમાં 32 ટીમો દ્વારા 17 એસઆરપી જવાન, 8 એકસઆર્મી મેન અને 3 વીડિયોગ્રાફરોના બંદોબસ્ત વચ્ચે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પહેલાં શુક્રવારે 35 ટીમો દ્વારા 17 એસઆરપી જવાન 16 લોકલ પોલીસ 3 એકસઆર્મી મેન અને 2 વીડિયોગ્રાફરના બંદોબસ્ત સાથે ભાટિયા તથા કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકીંગ કામગીર અંતર્ગત કુલ 480 જોડાણો તપાસવામાં આવતાં તે પૈકીના 75 જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા રૂા.17.80 લાખના બીલ ફટકારવામાં આવ્યાં હતાં. આજે સતત ત્રીજા દિવસે પીજીવીસીએલની ટીમો દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પહેલાં બુધવારે જામનગર શહેરમાં ખંભાળિયા ગેઈટ અને નગરસીમ સબ ડીવીઝનના વિસ્તારમાં 20 ટીમ દ્વાર ચેકીંગ દરમિયાન 242 જોડાણો તપાસતા તે પૈકીના 47 માં ગેરરીતિ ઝડપાતા રૂા.13.45 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં તેમજ ગુરૂવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેર અને ગ્રામ્ય તથા વડત્રા સબ ડીવીઝનના વિસ્તારોમાં 35 ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ચેકીંગ કામગીરી અંતર્ગત 480 વીજજોડાણો તપાસતા તે પૈકીના 72 જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા 23.35 લાખના બીલો ફટકાર્યા હતાં. આમ પીજીવીસીએલની ટીમો દ્વારા 3 દિવસ દરમિયાન ચેકીંગ કામગીરી દરમિયાન પ્રથમ દિવસે 13.45 લાખ, બીજા દિવસે 23.35 લાખ અને આજે ત્રીજા દિવસે 17.80 લાખ મળી કુલ રૂા.54.60 લાખના બીલો ફટકાર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular