જામનગર પંચ એ ડિવીઝનમાં નોંધાયેલ દુષકર્મ અને પોકસોના કેસમાં આરોપી નાસતો ફરતો હોય અમદાવાદ વડોદરા એકસપ્રેસ હાઇવે પરથી જામનગર પેરોલ ફર્લો સ્કવોેડે ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગરના પંચ એ ડિવીઝનમાં નોંધાયેલ દુષ્કર્મ અને પોકસોના કેસમાં આરોપી મહેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામનો શખ્સફરાર હોય આ દરમ્યાન આરોપી અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે ઉપર હોવાની પેરોલ ફર્લો સ્કવોડના સલીમ નોયડા રણજીતસિંહ પરમાર, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા મહિપાલભાઇ સાદિયાને મળેલ બાતમીને આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એલ.જે. મિયાત્રા એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ તથા હેકો લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર, તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદભાઈ ગોસાઈ, એલસીબીના નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા આરોપી મહેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને અમદાવાદ વડોદરા એકસપ્રેસ હાઇવે પરથી ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે જામનગર પંચ એ પોલીસને સોંપી આપ્યો હતો.