Sunday, January 5, 2025
Homeરાજ્યજામનગરVideo : એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડોકટરો પાણી વિહોણા

Video : એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડોકટરો પાણી વિહોણા

- Advertisement -

મોટર બગડી જતાં ડોકટરો ડોલ લઇ પાણી ભરવા મજબૂર

- Advertisement -

સૌરાષ્ટ્રની સૌથી મોટી એમ.પી. શાહ મેડિકલ કોલેજના પીજી હોસ્ટેલમાં છેલ્લા ચાર દિવસથી પાણીની મોટર બગડી જતાં રેસિડેન્ટ ડોકટરોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડયો હતો.

- Advertisement -

જામનગરની જી.જી. હોસ્પિટલ સંલગ્ન પીજી મેડિકલ હોસ્ટેલમાં અંદાજે 500 જેટલા રેસી. ડોકટરો રહે છે. આ હોસ્ટેલમાં ટાકામાં પાણી ચડાવતી મોટર બગડયા બાદ રિપેર ન થતાં ડોકટરો પાણી વગરના રહ્યાં હતાં. આ અંગે પીઆઇયુના ઇલેક્ટ્રીકટ ઇજનેરને જાણ કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતાં રેસિડેન્ટ ડોકટરો ડોલ લઇને પાણી ભરવા જવા મજબૂર થયા હતાં. જેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular