Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના આગમનથી હાલારમાં હરખની હેલી

પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના આગમનથી હાલારમાં હરખની હેલી

પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોમાં સજ્જ થઈ ભાઈઓ-બહેનો પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈની જનસભામાં પહોંચ્યા

- Advertisement -

પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના જામનગરમાં આગમનથી હાલાર પંથકમાં હરખની હેલી સર્જાઈ છે. પ્રધાનમંત્રીની પ્રદર્શન મેદાન ખાતે વિશાળ જનસભામાં વિવિધ સમાજના ભાઈઓ – બહેનો જાણે પોતાના આંગણે શુભપ્રસંગ હોય તેવા ઉત્સાહ ઉમંગ સાથે પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોમાં સજજ થઈ પ્રધાનમંત્રીના આગમનને વધાવવા માટે પહોંચ્યા હતા.આ જનસભામાં આહીર સમાજના બહેનો તેમના પરંપરાગત વસ્ત્રો – આભૂષણો સાથે પ્રધાનમંત્રીની જનસભામાં જોવા મળ્યા હતા. વેઢલા, ઝૂમણું, કાઠલી, સોનૈયા, પાંદડી, કડલી જેવા આભૂષણો અને ઓઢણી, કાપડું સાથેના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ  પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીની જનસભામાં પહોંચ્યા હતાં.

- Advertisement -

આ પ્રસંગે પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ જામનગર – હાલારના વિવિધ વિકાસલક્ષી રૂ. 1448 કરોડના પ્રકલ્પોનું  લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular