લઘુમતિઓના કલ્યાણ માટે પ્રધાનમંત્રી દ્વારા રચવામાં આવેલ 15 મુદ્દાકાર્યક્રમના અમલિકરણ માટે જિલ્લાસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. તેમાં જામનગરની આ મહત્વની સમિતિમાં ત્રણ બિનસરકારી સભ્ય તરીકે નગરના ત્રણ સમાજના આગેવાનોને નિયુક્તિ આપવામાં આવી છે. આ સમિતિનો મહત્વનો ઉદેશ એ રહેશે કે, ભારત સરકાર દ્વારા લઘુમતિઓના કલ્યાણ માટે જે જે 15 મુદ્દા કાર્યક્રમો રચવામાં આવ્યા છે. તેનો અસરકારક રીતે અમલિકરણ થાય મહત્વની મનાતી આ સમિતિમાં અધ્યક્ષપદે જામનગરના જિલ્લા કલેટકર રહેશે જ્યારે સહઅધ્યક્ષ તરીકે જિલ્લા વિકાસ અધિકારી રહેશે.
27 સભ્યોની આ સમિતિમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો રાઘવજી પટેલ (કૃષિમંત્રી) આર.સી. ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), પ્રવિણભાઇ મુછડીયા, ચિરાગભાઇ કાલરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા ઉપરાંત રાજ્ય સભાના સાંસદ લાલસિંહ વડોદરિયા જેવા પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સમાવેશ છે. આ ઉપરાંત સભ્યોમાં જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પંચાયતના રોજગાર અધિકારી, જિલ્લાના શિક્ષણ અધિકારી, લીડ બેંકના અધિકારી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર, જામનગરના ચીફ ઓફિસર, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, સરકારી કોલેજના પ્રતિનિધિ, આઇટીઆઇના પ્રિન્સિપાલ તેમજ વિક્સિત જાતિના જિલ્લા નાયબ નિયામકનો પણ સમાવેશ છે.
આ સમિતિમાં બિનસરકારી સભ્યો તરીકે જામનગના પિયૂષભાઇ રમેશચંદ્ર પારેખ, યુનુસ જુસબભાઇ સમા, મનજીતસિંઘ મોહનસિંઘ ઉપાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યત્વે ભારત સરકાર દ્વારા લઘુમતિઓના કલ્યાણના માટે પ્રધામંત્રી દ્વારા 15 મુદ્ાનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. આ યોજનાનું પાલન આ અસરકાર રીતે થાય તેવા હેતુ સાથે તમામ જિલ્લામાં જિલ્લા સ્તરીય સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું છે અને તેમાં બિનસરકારી સભ્ય તરીકે જામનગરના 3 વ્યક્તિઓન નિમણૂંક કરવામાં આવી છે. એ બાબત વિશેષરુપ છે.
ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો. વિમલભાઇ કથરા, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વમંત્રી ધારાસભ્ય આર.સી. ફળદુ, પૂર્વમંત્રી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), મેયર બીનાબેન કોઠારી, મહામંત્રી પ્રકાશભાઇ બાંમણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, ડે.મેયર તપન પરમાર, સ્ટે. કમિટિ ચેરમેન મનિષભાઇ, કટારીયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા, દંડક કેતન ગોસરાણી, શિક્ષણ સમિતિ ચેરમેન મનિષ કનખરા, કોર્પોરેટરો, પક્ષના હોદ્ેદારો, શિક્ષણ સમિતિના સભ્યો સહિત કાર્યકરોએ આ નિમણૂંકને આવકારી છે. તેમ ભારતીય જનતા પાર્ટી મીડીયા વિભાગના ભાર્ગવ ઠાકરની યાદી જણાવે છે.