Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર હોમગાર્ડઝ ઈન્ચાર્જ કમાન્ડન્ટ આકરા પાણીએ!

જામનગર હોમગાર્ડઝ ઈન્ચાર્જ કમાન્ડન્ટ આકરા પાણીએ!

- Advertisement -

જામનગરના હોમગાર્ડ ઈન્ચાર્જ કમાન્ડન્ટ પણ આકરા પાણીએ છે. ફરજમાં બેદરકારી દાખવનાર હોમગાર્ડ જવાનને કમાન્ડન્ટ દ્વારા ફરજ બંધ કરી ખુલાસો માંગતા હોમગાર્ડ જવાનોમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે અને ફરજને લઇ હોમગાર્ડ કમાન્ડન્ટની આ કાર્યવાહીથી હોમગાર્ડ જવાનોમાં ખળભળાટ મચ્યો છે.

- Advertisement -

જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષાને લઈને પોલીસ અધિક્ષક દ્વારા આકરાં પગલાંઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે હોમગાર્ડઝના ઈન્ચાર્જ કમાન્ડન્ટ પણ કાયદો અને વ્યવસ્થાને લઈને આકરાં મુડમાં હોય એમ જણાય આવે છે.!
જામનગર સીટી સી યુનિટ માં હોમગાર્ડઝ માં ફરજ બજાવતા સભ્ય પી. સી. કાપડીનો એરપોર્ટ ફરજમાં બેદરકારી સબબનો રિપોર્ટ આવતાં અને મજકુર સભ્ય એ વોટ્સએપ ગૃપમાં હોમગાર્ડઝ દળની ગરીમા ના જળવાઈ એવો મેસેજ વાઈરલ કરતાં ઈન્ચાર્જ જીલ્લા કમાન્ડન્ટ જી એલ સરવૈયાએ આ સભ્યની ફરજ બંધ કરી ખુલાસો કરવા જણાવ્યું છે.!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular