Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયસંઘના છ કાર્યાલયને ફૂંકી મારવાની ધમકી

સંઘના છ કાર્યાલયને ફૂંકી મારવાની ધમકી

વોટસએપના ગુ્રપથી કન્નડ, હિન્દી અને અંગ્રેજીમાં અપાઇ ધમકી: લખનૌ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી ફરિયાદ

- Advertisement -

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લખનઉના 2 અને કર્ણાટકના 4 કાર્યાલયોને બોમ્બથી ઉડાવી મૂકવાની ધમકી મળી છે. લખનઉના મડિયાવ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ દાખલ થઈ છે. 1253 ના આ 6 કાર્યાલયો ઉડાવી દેવાની ધમકી વોટ્સએપના માધ્યમથી મળી છે. જે મુજબ અલ અન્સારી ઈમામ રઝી ઉન મહેદી વોટ્સએપ ગ્રુપ બનાવીને કન્નડ, હિન્દી અને અંગ્રેજીમાં ધમકી અપાઈ છે. સોમવારે રાતે 8 વાગે આ ધમકી મળી. આ ધમકી મુજબ અલ ઈમામ અનસાર રઝી ઉન મહેંદી નામના વોટ્સએપ ગ્રુપમાં એક આરએસએસ કાર્યકરને ઈન્વાઈટ લિંકના માધ્યમથી જોડવામાં આવ્યો. ગ્રુપની ઈનવાઈટ લિંક અનેક ગ્રુપમાં શેર કરાઈ રહી હતી.

- Advertisement -

જેના કારણે આરએસએસનો કાર્યકર પણ તે લિંકથી ગ્રુપ સાથે જોડાઈ ગયો. વોટ્સએપ ગ્રુપમાં જોડાયા બાદ કાર્યકરે આ પ્રકારની ચર્ચાઓ વિશે જાણ્યું અને તેની માહિતી અવધ પ્રાંતના એક પદાધિકારીને આપી. ત્યારબાદ મામલાને ગંભીરતાથી લેતા પદાધિકારીએ આરએસએસના નેતાઓને તેની જાણ કરી. ત્યારબાદ જાણકારી પોલીસના ટોચના અધિકારીઓને આપવામાં આવી. પોલીસ સુધી મામલો પહોંચતા તે એક્શનમાં આવી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અવધ પ્રાંતના ઘોષ પ્રમુખ, પ્રોફેસર નીલકંઠ તિવારીની ફરિયાદના આધારે લખનઉના મડિયાંવ પોલીસ મથકમાં કેસ દાખલ તયો. એસએચઓએ જણાવ્યું કે કલમ 507 અને આઈટી એક્ટ 66 હેઠળ કેસ દાખલ થયો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular