Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીના સભાસદને ત્રણ માસની સજા

સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીના સભાસદને ત્રણ માસની સજા

- Advertisement -

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ અજયભાઈ રામજીભાઈ ચોવટીયાએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોનમાં તેઓ રેગ્યુલર લોન ભરપાઈ ન કરતા સોસાયટીએ કાયદેસરની નોટીસ આપવામાં આવેલ અને ત્યારબાદ ધી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ – 138 અન્વયે કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરી હતી. ત્યારબાદ સમયાંતરે કેસ ચાલતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયેલ અને આરોપીની પ્લી લેવામાં આવેલ અને આરોપીએ ગુનો કબુલ હોવાનો ઇનકાર કર્યો હતો.

- Advertisement -

ફરીયાદી પક્ષના લેખિત, પુરાવા, દસ્તાવેજો, સોગંધનામું, ફરીયાદ અરજીને અનુરૂપ હોય અને તેઓનું કાયદેસરનું લેણું નથી તેવું સાબીત કરવા કોર્ટમાં હાજર રહેલ નહિ જેથી ફરીયાદીની ઉલટ તપાસનો પણ હક્ક બંધ કરવામાં આવેલ તેમજ ફરીયાદી પક્ષે વિશેષ પુરાવો ન આપવા ક્લોસિંગ પુરસીસ આપેલ .ત્યારબાદ આરોપી હાજર ન રહેતા વિશેષ નિવેદન નો પણ હક બંધ કરવામાં આવ્યો હતો.

જામનગરના 10માં એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ એ.ડી.રાવ ની કોર્ટમાં કેસ આગળ ચાલતા આ કામના આરોપીને વોરંટો બજવા છતાં જાણી જોઈને સતત ગેરહાજર રહી કોર્ટનો અનાદર કરતા હોય ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ 255 (2) મુજબ ધી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ 138 અન્વયે આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ તેમજ કોર્ટ દ્વારા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ, કાયદાકીય જોગવાઈઓ તેમજ ફરીયાદી પક્ષના વકીલની દલીલોને ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા આ કામના આરોપીને 3 માસની જેલની સજા અને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ 357 (3) મુજબ ચેકની રકમ જેટલો જ દંડ ફટકારવામાં આવેલ છે તેમજ આરોપી વિરુદ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવા તથા તેની અમલ બજવણી માટે મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મણીલાલ જી.કાલસરીયા, મિતેષભાઈ એલ.પટેલ, ગૌરાંગભાઈ જી. મુંજપરા તથા હરજીવનભાઈ એમ.ધામેલીયા રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular