દિલ્હીના મુંડકા વિસ્તારમાં શુક્રવારે સાંજે ત્રણ માળની કોમર્શીયલ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આગ એટલી ગંભીર હતી કે થોડી જ વારમાં ત્રણ માળ સુધી ફેલાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે, જેમાંથી 15 મહિલાઓ અને ફાયરના બે જવાનોનો સમાવેશ થાય છે. 50 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ઉપરાંત 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખેસડવામાં આવ્યા છે.
ફાયરની 30 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવામાં લાગી ગઈ હતી. વડાપ્રધાન મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સાંજના સમયે લાગેલી આગ પર સાત કલાક બાદ મોડી રાત્રે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો પરંતુ ધુમાડા અને કાટમાળમાં ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે.
#Delhi #MundkaFire #Videonews #Khabargujarat
દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસે ત્રણ માળના કોમર્શીયલ બિલ્ડીંગમાં લાગેલી આગમાં 27 લોકોના મોત
10 લોકો ગંભીર રીતે ઘાયલ, 19 લાપતા
મૃતકોના પરિજનોને પીએમ રાહતફંડ માંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત pic.twitter.com/unJ02JyirU
— Khabar Gujarat (@khabargujarat) May 14, 2022
આ બિલ્ડિંગમાં અનેક કંપનીઓની ઓફિસો અને ફેક્ટરીઓ આવેલી છે. આગ લાગ્યા બાદ આ ઓફિસોમાં કામ કરતા અનેક લોકો બિલ્ડીંગમાં ફસાઈ ગયા હતા. દુર્ઘટનામાં જે લોકોના મૃત્યુ થયા છે તેના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. જો કે આગ કયા કારણોસર લાગી હતી તે હજુ સુધી સામે આવ્યું નથી. દિલ્હી પોલીસે બિલ્ડિંગના માલિકો હરીશ ગોયલ અને વરુણ ગોયલને કસ્ટડીમાં લીધા છે.