Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજાપાનમાં વિનાશક ભૂકંપ, બુલેટ ટ્રેન ખડી પડી

જાપાનમાં વિનાશક ભૂકંપ, બુલેટ ટ્રેન ખડી પડી

7.4ની તીવ્રતાના શકિતશાળી ભૂકંપથી સેંકડો રસ્તાઓ, મકાનો તૂટી પડયાં: 20 લાખથી વધુ ઘરોમાં અંધારપટ

- Advertisement -

જાપાનની રાજધાની ટોકિયો નજીક ગઈ રાતે આવેલા ભૂકંપેભારે તબાહી મચાવી છે. ભૂકંપના કારણે 2 ના મોત થયા છે,જયારે100થી વધુ લોકોને ઇજા પહોંચી છે. ભૂકંપની તીવ્રતાનો અંદાજ એ વાત થી લગાવામાંઆવી શકે છે કે ત્યાં એક બુલેટ ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ છે. જાપાનની રાજધાની ટોકિયો નજીક બુધવારે રાત્રે આવેલા ભૂકંપના કારણે ભારે તારાજી સર્જાઈ છે. ભૂકંપના કારણે બે લોકોના મોત થયા છે, જયારે 88 લોકો ઘાયલ થયા છે. ભૂકંપની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ત્યાં બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જાપાનના હવામાન વિભાગે સુનામીની ચેતવણી જાહેર કરી છે. આ વખતે ભૂકંપ સામાન્ય કરતાં વધુ છે. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા 7.3 માપવામાં આવી હતી. રાત્રે 8.06 વાગ્યે (જાપાનમાં 11.30) આવેલા ભૂકંપનું કેન્દ્ર ટોકયોથી 297 કિમી ઉત્તર-પશ્ચિમમાં હોવાનું નોંધાયું હતું. જાપાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સમુદ્રથી 60 કિલોમીટરની ઉડાઈએ હતું. જાપાનના મિયાગી અને ફુકુશિમા પ્રાંતમાં સૌથી વધુ આંચકા અનુભવાયા હતા. બંને પ્રાંતોમાં લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. ફુકુશિમામાં જ ભૂકંપના કારણે બે લોકોના મોત થયા છે. જાપાનની બુલેટ ટ્રેન ઓપરેટર કંપનીના જણાવ્યા અનુસાર તોહોકુમાં બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનમાં 100 મુસાફરો હતા. જોકે, તેમાંથી કોઈને ઈજા થઈ ન હતી. જાપાનની ઈસ્ટ નિપ્પોન કંપનીના જણાવ્યા અનુસાર ઘણા એકસપ્રેસ વેને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. તેમાં ઓસાકીમાં તોહોકુ એકસપ્રેસવે, મિયાગી પ્રીફેકચરમાં જેબાન એકસપ્રેસવે અને સોમા, ફુકુશિમાનો સમાવેશ થાય છે. ભૂકંપના આંચકા બાદ જાપાનની રાજધાની ટોકયોમાં 20 લાખ ઘરોમાં અંધારપટ છવાઈ ગયો હતો. એએફપીએ ટોક્યો ઈલેકટ્રીક પાવર કંપનીને ટાંકીને જણાવ્યું હતું કે જાપાનમાં આવેલા ભૂકંપ બાદ ટોકયો અંધકારમાં ડૂબી ગયું હતું. ભૂકંપના આ આંચકાઓએ જાપાનના લોકોને 2011ની યાદ અપાવી દીધી. 11 માર્ચ, 2011 એ જાપાન માટે અભૂતપૂર્વ અકસ્માતનો દિવસ હતો. આ દિવસે ઉત્તરપૂર્વ જાપાનના દરિયાકાંઠે 9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામી આવી હતી જેમાં હજારો લોકો માર્યા ગયા હતા. આજે પણ જાપાન આ અકસ્માતમાંથી બહાર આવી શકયું નથી. આ ભૂકંપના આફટરશોકસમાં 18 હજાર લોકોના મોત થયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular