Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયગણતંત્ર દિન નિમિતે પ્રથમ વખત 75 એરક્રાફ્ટની ફ્લાયપાસ્ટનો અકલ્પનીય વિડીઓ

ગણતંત્ર દિન નિમિતે પ્રથમ વખત 75 એરક્રાફ્ટની ફ્લાયપાસ્ટનો અકલ્પનીય વિડીઓ

પાયલટ્સે કોકપિટમાંથી LIVE સ્ટ્રીમિંગ કર્યું

- Advertisement -

પ્રજાસત્તાક દિવસ પરેડ 2022 એ ભારતની લશ્કરી શક્તિ અને સાંસ્કૃતિક વિવિધતાને દર્શાવવા માટે અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ભાગ રૂપે સ્વતંત્રતાના 75મા વર્ષની ઉજવણીને ચિહ્નિત કરવા માટે ઘણી અનન્ય પહેલોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

- Advertisement -

પરંતુ આ વખતે પ્રથમ વખત પરેડમાં ઈન્ડીયન એરફોર્સ દ્વારા ફ્લાયપાસ્ટ દરમિયાન કોકપિટ વીડિયો બતાવવા માટે દૂરદર્શન સાથે સંકલન કર્યું છે. વિન્ટેજ તેમજ વર્તમાન આધુનિક એરક્રાફ્ટ સહીત 75 પ્લેન જેમ કે રાફેલ, સુખોઈ, જગુઆર, એમઆઈ-17, સારંગ, અપાચે અને ડાકોટા ફ્લાયપાસ્ટમાં રાહત, મેઘના, એકલવ્ય, ત્રિશુલ, તિરંગા, વિજય અને અમૃત સહિતની વિવિધ રચનાઓ પ્રદર્શિત કરી છે.

- Advertisement -

ભારતની આઝાદીના 75મા વર્ષે હવાઈદળના 75 વિમાનો ભવ્ય ફ્લાયપાસ્ટનો વિડીઓ સામે આવ્યો છે. 75 મીટરની લંબાઈના દસ સ્ક્રોલ્સ અને 15 ફૂટની ઉંચાઈમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે. 75 એરક્રાફટનું મેગા ફ્લાઈપાસ્ટ કરવામાં આવ્યું જેમાં પાયલટ્સે કોકપિટમાંથી LIVE સ્ટ્રીમિંગ કર્યું હતું અને રાફેલની પ્રથમ મહિલા ફાઈટર પાયલટ શિવાંગીએ સલામી આપી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular