Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર નજીક બાઈક આડે ભૂંડ ઉતરતા અકસ્માતમાં યુવાનનું મોત

જામનગર નજીક બાઈક આડે ભૂંડ ઉતરતા અકસ્માતમાં યુવાનનું મોત

જામનગરથી જાંબુડા જતા સમયે અકસ્માત : અન્ય યુવાનને ઈજા : લીંબુડા ગામમાં દવાની ઝેરી અસરથી આધેડનું મોત

- Advertisement -

જામનગર તાલુકાના ધુંવાવ ગામ નજીક જાંબુડા તરફ જતા સમયે બાઈકસવાર આડે ભૂંડ ઉતરતા કાબુ ગુમાવી દેવાથી સ્લીપ થતા અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા પહોંચવાથી યુવાનનું મોત નિપજ્યું હતું. જોડિયા તાલુકાના લીંબુડા ગામની સીમમાં ખેતીકામ કરતા સમયે દવાની ઝેરી અસર થતા આધેડનું મોત નિપજયું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના જાંબુડા ગામમાં રહેતાં નરેન્દ્રભાઈ નાનજીભાઈ પરમાર (ઉ.વ.41) નામનો યુવાન એક માસ અગાઉ રાત્રિના સમયે તેના મિત્ર સાથે જીજે-10-બીસી-8241 નંબરના બાઈક પર જામનગરથી તેના ગામ જાંબુડા તરફ જતા હતાં તે દરમિયાન ધૂંવાવ હાઉસીંગ ર્બોે પાસે પહોંચ્યા ત્યારે એકાએક બાઈક આડે ભૂંડ આવી જતાં કાબુ ગુમાવી દેવાથી બાઈક સ્લીપ થતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બન્ને યુવાનોને ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત બન્ને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાંં નરેન્દ્રભાઈ પરમાર નામના યુવાનને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું સારવાર દરમિયાન સોમવારે રાત્રિના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગેની મૃતકના ભાઈ સુરેશ દ્વારા જાણ કરાતા હેકો બી.એન.ચોટલિયા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જોડિયા તાલુકાના લીંબુડા ગામની સીમમાં રહેતાં અને ખેતી કરતા રમેશભાઇ ડાયાભાઈ છત્રોળા (ઉ.વ.50) નામના આધેડ ગત તા. 28 ના રોજ સાંજના સમયે તેના ખેતરમાં કપાસના પાકમાં દવાનો છંટકાવ કરતા હતાં તે દરમિયાન ઝેરી અસર થવાથી તબિયત લથડતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર હસમુખભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ જી.સી. અઘેરા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular