Monday, December 23, 2024
Homeરાજ્યલાલપુરના ભણગોરમાં પતિના ઠપકાનું લાગી આવતાં પત્નિનો આપઘાત

લાલપુરના ભણગોરમાં પતિના ઠપકાનું લાગી આવતાં પત્નિનો આપઘાત

- Advertisement -

લાલપુર તાલુકાના ભણગોર ગામના વાડી વિસ્તારમાં રહેતી યુવતીને રસોઇ બાબતે તેણીના પતિ દ્વારા અપાયેલા ઠપકાનું લાગી આવતાં તેના ઘરે ઝેર દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં તેણીનું મોત નિપજયું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના ભણગોર ગામના વાડી વિસ્તારમાં રહેતી કૌશીબેન દિનેશ ઠાકોર(ઉ.વ.20) નામની યુવતીને એક સપ્તાહ પૂર્વે તેણીના પતિ દિનેશ ઠાકોરે રસોઇ બનાવતા બાબતે ઠપકો આપ્યો હતો અને ત્યારબાદ સામાન્ય બોલાચાલી થઇ હતી. ત્યારથી કૌશીબેન ઉદાસ રહેતાં હતા અને ગુરૂવારે બપોરના સમયે તેણીના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં બે શુધ્ધ હાલતમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં તેણીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પતિ દિનેશ ઠાકોર દ્વારા જાણ કરતાં પીએસઆઇ ડી.એસ.વાઢેર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular