Homeરાજ્યજામનગરજામનગરમાં કયા કયા સ્થળેથી દારૂના ચપલા ઝડપાયા?

જામનગરમાં કયા કયા સ્થળેથી દારૂના ચપલા ઝડપાયા?

જામનગરમાં કયા કયા સ્થળેથી દારૂના ચપલા ઝડપાયા?

જામનગર શહેરના સંગમબાગ ઢાળિયા પાસેથી પસાર થતાં બાઇક ચાલકને સિટી ‘એ’ ડિવિઝન પોલીસે આંતરીને તલાશી લેતાં 30 નંગ ચપલા સાથે ઝડપી લીધો હતો. જામનગરના રોજી પેટ્રોલ પંપ નજીક બાઇક પર જતાં શખ્સને દારૂના ચપલા સાથે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના રણજિતસાગર રોડ ઉપર સંગમબાગના ઢાળિયા પાસેથી પસાર થતાં જીજે10 ઇજી 5169 નંબરના બાઇકચાલકને સિટી ‘એ’ ડિવિઝન પોલીસે આંતરીને સુનિલસિંહ પ્રભાતસિંહ જાડેજા નામના શખ્સની તલાશી લેતાં તેના કબ્જામાંથી રૂા. 3 હજારની કિંમતના 30 નંગ ઇંગ્લીશ દારૂના ચપલા મળી આવતાં પોલીસે સુનિલસિંહની ચપલા સાથે ધરપકડ કરી રૂા. 40 હજારની કિંમતનું બાઇક, રૂા. 5 હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા. 48 હજારના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો જામનગર શહેરના રોજી પેટ્રોલ પંપ પાસેથી પસાર થતાં જીજે10 ઇજી 0099 નંબરના બાઇક ચાલક રોહિત રાજુ મકવાણા (ઉ.વ.24) નામના શખ્સને સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાશી લેતાં તેના કબ્જામાંથી રૂા. 4050ની કિંમતના 30 નંગ ચપલા મળી આવતા પોલીસે રૂા. 30 હજારની કિંમતનું બાઇક અને દારૂના ચપલા મળી કુલ રૂા. 34,050ના મુદામાલ સાથે રોહિતને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો જામનગર શહેરના બેડેશ્ર્વર ટાંકા પાસેથી પસાર થતાં હાજી ઉર્ફે ઉમર શૌકત સાઇચા (ઉ.વ.37) નામના શખ્સને સિટી ‘બી’ ડિવિઝન પોલીસે આંતરીને તલાશી લેતાં તેની પાસેથી રૂા. 600ની કિંમતના બે નંગ ઇંગ્લીશ દારૂના ચપલા મળી આવતા પોલીસે હાજીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોથો દરોડો જામનગર શહેરના તુલસી ટ્રાવેલ્સથી ચેતક ટ્રાવેલ્સ સુધીના માર્ગ પરથી પસાર થતાં સાગર શાંતિલાલ ગરાણા (ઉ.વ.33) નામના શખ્સને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાશી લેતાં તેની પાસેથી રૂા. 200ની કિંમતના બે નંગ ચપલા મળી આવતાં અટકાયત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular