Sunday, December 14, 2025
Homeસમાચારરાષ્ટ્રીયફ્રેન્ડશીપની ના પાડતા વિદ્યાર્થીએ છોકરીનું ગળું બ્લેડથી કાપી નાખ્યું, બ્લેકબોર્ડ પર લખ્યું...

ફ્રેન્ડશીપની ના પાડતા વિદ્યાર્થીએ છોકરીનું ગળું બ્લેડથી કાપી નાખ્યું, બ્લેકબોર્ડ પર લખ્યું કે…

એકતરફી પ્રેમમાં પાગલ છોકરાએ હોસ્પિટલ જઈને પૂછ્યું તે જીવે છે કે મરી ગઈ !

રાજસ્થાનના પાલી માંથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. પાલીની એક શાળામાં ભણતા એક તરફી પ્રેમમાં પાગલ વિદ્યાર્થીએ ધો.11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું ગળું બ્લેડથી કાપી નાખતા તેણીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બાદમાં છોકરાએ હોસ્પિટલ જઈને પૂછ્યું કે, “તેણી જીવે છે કે મરી ગઈ !”

- Advertisement -

બિઠોલા કલા ગામની રાજકીય સિનિયર સેકન્ડરી સ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરતો સોહનલાલ નામનો છોકરો તેની જ સ્કુલમાં ધો.11ની વિદ્યાર્થિની યશોદા મીણાને ચાર દિવસથી તેને હેરાન કરી રહ્યો હતો. વારંવાર ફ્રેન્ડશિપનું દબાણ કરી રહ્યો હતો. છોકરીએ ના પાડી તેને સમજાવ્યો હતો. પરંતુ ગઈકાલના રોજ યશોદા મીણા પોતાના ક્લાસમાં લન્ચ કરી રહી હતી તે દરમિયાન સોહનલાલે અચાનક જ બ્લેડથી તેણીનું ગળું કાપી નાખ્યું અને ભાગી ગયો. આ અગાઉ તેણે યશોદાના ક્લાસમાં બોર્ડ ઉપર આઈ લવ યુ વાઈફ પણ લખ્યું હતું.

ઘટના પછી સ્કૂલના ટીચર ગ્રામીણોની મદદથી તેને મારવાડ જંક્શન હોસ્પિટલમાં લઇ ગયા હતા. અને ત્યાં છોકરો ગયો અને એ પણ પૂછ્યું કે તે જીવતી છે કે મૃત્યુ પામી છે.આ ઘટના અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીની હાલ કઈ પણ કહેવાની સ્થિતિમાં નથી.વિદ્યાર્થી પકડાયા પછી જ હકીકત બહાર આવશે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular