Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગર જેલના વચગાળાના જામીન મેળવી, ફરાર થઈ ગયેલો આરોપી દ્વારકામાંથી ઝડપાયો

જામનગર જેલના વચગાળાના જામીન મેળવી, ફરાર થઈ ગયેલો આરોપી દ્વારકામાંથી ઝડપાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે સફળતા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા તાલુકાનો પાકા કામનો આરોપી થોડા સમય પૂર્વે જામનગર જેલમાંથી જામીન મુક્ત થયા બાદ નિયત સમયે પુનઃ પરત થતા દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે તેને ધીણકી ગામ નજીકથી દબોચી લીધો હતો.

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દ્વારકા તાલુકાના ધીણકી ગામે રહેતા બાલુભા હોથીભા સુમણીયા નામના 45 વર્ષના હિન્દુ વાઘેર યુવાનને કોર્ટ દ્વારા ભરણ પોષણના કેસમાં જેલની સજાનો હુકમ ફટકાર્યો હતો. હાલ જામનગર જિલ્લા જેલમાં રહેલો બાલુભા સુમણીયા વચગાળાના 60 દિવસના જામીન મેળવી મુક્ત થયા બાદ પાકા કામનો ઉપરોક્ત આરોપીએ ગત તારીખ 13 જુલાઈના રોજ જામનગર જિલ્લા જેલમાં પર હાજર ન થતાં આ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સુચના મુજબ જિલ્લા એલસીબી પી.આઈ. જે.એમ. ચાવડા તથા સ્ટાફ દ્વારા જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ અંતર્ગત દ્વારકા પંથકમાં એલસીબી સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન પેરોલ ફર્લો સ્ક્વોડના એ.એસ.આઇ. અજીતભાઈ બારોટ અને અરજણભાઈ મારુને મળેલી ચોક્કસ બાતમીના આધારે ફરાર થઈ ગયેલો આ કામનો ઉપરોક્ત આરોપી ધીણકી ગામેથી કોરાણા ગામ તરફ આવવાનો હોવાની માહિતી પરથી તેને આ સ્થળે વોચ ગોઠવી દબોચી લેવામાં આવ્યો હતો. ઝડપાયેલા શખ્સને કોરોના ટેસ્ટ સહિતની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.સી. સીંગરખીયા, એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા, વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, દેવશીભાઈ ગોજીયા, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટિયા, નરસીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, મશરીભાઈ આહીર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, જીતુભાઈ હુણ, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, જીતુભાઈ હુણ, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular