Monday, December 23, 2024
Homeરાજ્યકાલાવડ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્રારા ગોપાલ ઈટાલીયા સામે કાનૂની પગલા લેવા મામલતદારને...

કાલાવડ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્રારા ગોપાલ ઈટાલીયા સામે કાનૂની પગલા લેવા મામલતદારને રજૂઆત કરાઈ

- Advertisement -

ગુજરાતના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ધ્વારા બ્રહ્મસમાજ અને કર્મકાંડી બ્રાહ્મણોને અસરકર્તા થાય તે રીતે બેફામ વાણી વિલાસ કરી લોકોની લાગણી ઉશ્કેરી સમાજમાં અસરકર્તા થાય તે પ્રકારના – ઉચ્ચારણો કરેલ છે. જેને લઇને કાલાવડ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્રારા ગોપાલ ઈટાલીયા સામે કાનૂની પગલા લેવા માટે મામલતદાર સમક્ષ આવેદન પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકા સમસ્ત બ્રહમસમાજ તથા કર્મકાડી ભુદેવ સંગઠન અને સમસ્ત બહ્મસમાજ યુવા સમિતિ દ્રારા કાલાવડ મામલતદારને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી છે. પાલ ઇટાલીયા ધ્વારા બ્રહ્મસમાજ અને કર્મકાંડી બ્રાહ્મણોને અસરકર્તા થાય તે રીતે બેફામ વાણી વિલાસ આચર્યો છે. આ ઘટનાને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. સત્તાનો રાજકિય સ્વાર્થ સાધના માટે ગોપાલ ઈટાલીયા દ્વારા સમાજમાં માનભેર સ્થાન ધરાવતા બ્રાહ્મણોને ઉદ્દેશીને હલકી કક્ષાના શબ્દોનો પ્રયોગ કરેલ છે, જેનાથી લોકોની ધાર્મિક માન્યતા અને લાગણીને અસર થાય તેમ છે. અને સમાજમાં વર્ગો વચ્ચે તણાવ અને વિગ્રહ ઉપસ્થિત થાય તેવા સંજોગો ઉપસ્થિત થયેલ છે. તો આ બાબતની સરકાર પક્ષે ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલીક રીતે ગોપાલ ઈટાલીયા સામે કાનુની પગલા લેવા તેમજ સમાજમાં ભાઇચારો અને સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સરકાર તાત્કાલીક સખ્ત પગલા કરે તેવી માંગણી કાલાવડ તાલુકા સમસ્ત બ્રહમસમાજ તથા કર્મકાડી ભુદેવ સંગઠન અને સમસ્ત બહ્મસમાજ યુવા સમિતિ દ્રારા કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular