Friday, December 27, 2024
Homeરાજ્યગુજરાતહિસાબનીશ / ઓડિટર / પેટા તિજોરી અધિકારીની પરીક્ષાની તારીખો જાહેર

હિસાબનીશ / ઓડિટર / પેટા તિજોરી અધિકારીની પરીક્ષાની તારીખો જાહેર

- Advertisement -

આજે રોજ ગૌણ સેવા પંસદગી મંડળ ગાંધીનગર દ્વારા હિસાબનીશ/ ઓડિટર / પેટા તિજોરી અધિકારીની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. 9 જુલાઈના રોજ આ પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે અમદાવાદ અને ગાંધીનગરમાં સેન્ટર ફાળવવામાં આવ્યા છે.

- Advertisement -

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે  ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ ગાંધીનગર દ્વારા હિસાબનીશ/ ઓડિટર / પેટા તિજોરી અધિકારી વર્ગ-3 સંવર્ગ માટે તા. 23 જૂલાઈ 2019 ના રોજ જાહેરાત ક્રમાંક 184/201920 પ્રસિદ્ધ કરી ઓનલાઈન અરજી પત્રકો મેળવવામાં આવેલા હતા અને ઉપરોક્ત અરજીપત્રકોની પ્રાથમિક ચકાસણીના અંતે લાયક ઠરેલા ઉમેદવારોની જાહેરાતમાં વર્ણવ્યા મુજબની પ્રથમ તબક્કાની MCQ-QMR પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા 02 મે 2021 ના રોજ યોજવાનું નક્કી કર્યુ હતું. પરંતુ કોવિડ-19 ની મહામારીના કારણે મોકૂફ રાખવામાં આવી હતી.

આ મૌકુફ રખાયેલ પરીક્ષા હવે 9 જુલાઈના રોજ યોજવામાં આવશે. ગાંધીનગર અને અમદાવાદ  ખાતે સવારે 11 થી 1 દરમિયાન આ પરીક્ષા યોજવામાં આવશે. સ્પર્ધાત્મક લેખીત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટે નો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના દસ દિવસ પહેલા મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in પર મુકવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular