Wednesday, February 11, 2026
Homeરાજ્યઅગાઉના ઝઘડાનું મનદુખ રાખી ભાણવડના પ્રૌઢ ઉપર હુમલો

અગાઉના ઝઘડાનું મનદુખ રાખી ભાણવડના પ્રૌઢ ઉપર હુમલો

ભાણવડ તાલુકાના રોજીવાડા ગામમાં રહેતા પ્રૌઢ ઉપર સેઢા ખાર બાબતે થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખી બે શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના રોજીવાડા ગામે રહેતા મેરામણભાઇ લખમણભાઇ સોલંકી નામના 55 વર્ષના પ્રૌઢ સાથે શેઢા બાબત અગાઉ થયેલા ઝઘડાનું મનદુખ રાખી, આ જ વિસ્તારમાં રહેતા કેશુ ગોવાભાઈ સોલંકી અને કમલેશભાઈ સોલંકી નામના બે શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે હુમલો કરી, ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી.

આ બનાવ અંગે ભાણવડ પોલીસે બન્ને શખ્સો સામે આઈપીસી કલમ 323, 325, 504, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular