Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયસંરક્ષણ મંત્રાલયની મનાઇ છતાં રાફેલમાં રૂા.21,075 કરોડ વધારે શા માટે આપવામાં આવ્યા...

સંરક્ષણ મંત્રાલયની મનાઇ છતાં રાફેલમાં રૂા.21,075 કરોડ વધારે શા માટે આપવામાં આવ્યા ? : રાહૂલ

- Advertisement -

રાફેલ સોદામાં કોંગ્રેસે ફરી કેન્દ્ર સરકાર પર નવા આરોપો લગાવ્યા છે. કોંગ્રેસનાં પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ દાવો કર્યો હતો કે ભારત સરકાર અને રાફેલ બનાવતી કંપની દ સો એવિએશન વચ્ચે રાફેલ સોદામાં રૂ. 21075 કરોડનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. સૂરજેવાલાનાં આક્ષેપોનાં થોડા કલાકોમાં જ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આક્ષેપોની ઝડી વરસાવી હતી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, પ્રિય વિદ્યાર્થીઓ વડાપ્રધાન કહેતા હતા કે આપણે ડર્યા વિના કે ગભરાયા વિના તમામ સવાલનાં જવાબ આપવા જોઈએ. આ પછી તેમણે પીએમને ડર્યા વિના ત્રણ સવાલનાં જવાબ આપવા કહ્યું હતું.

- Advertisement -

કોંગ્રેસના પ્રવક્તા સૂરજેવાલાએ આ અંગેનાં દસ્તાવેજો જાહેર કરતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર સમક્ષ અમે કેટલાક સવાલો રજૂ કરીએ છીએ. 2015માં જ્યારે 36 રાફેલ ખરીદવા સોદો કરવામાં આવ્યો ત્યારે આ સોદો 5.06 અબજ યુરોમા કરાયો હતો. ત્યાર બાદ મોદી સરકારે 36 રાફેલની કિંમત 7.87 બિલિયન યુરો નક્કી કરી હતી. સંરક્ષણ મંત્રાલયની મનાઈ છતાં સરકારે રૂ. 21075 કરોડ વધુ આપીને રાફેલ સોદો કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular