જામનગરની જિલ્લા જેલમાં રહેલાં કાચા કામના કેદીને જેલમાં આંચકી ઉપડતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ જામનગર શહેરની જિલ્લા જેલમાં યાર્ડ નંબર એક અને બેરેક નંબર બેમાં રહેલા કાચા કામના કેદી અલ્તાફ હુસેન આબિદ હુસેન નકવી (ઉ.વ.38, રહે. રઘુનંદન સોસાયટી, રાજકોટ) નામના કેદીની ગત્ તા. 19ના સવારના સમયે અચાનક આંચકી ઉપડતાં તબિયત લથડતાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન કાચા કામના કેદીનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની હે.કો. આર. એ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. જેના આધારે પોલીસે મૃતકના ભાઇનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી આદરી હતી.


