ધ્રોલ તાલુકાના લતીપરથી પીઠડ જવાના માર્ગ પર આવેલા ખેતરના ગોડાઉનના દરવાજાનું તાળું તોડી તેમાંથી તસ્કરો રૂા. 72 હજારની કિંમતનો 45 મણ કપાસ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રામાણી શેરીમાં વસવાટ કરતા હિતેષભાઇ અરજણભાઇ રામાણી (ઉ.વ.41) નામના ખેડૂત યુવાનના લતીપરથી પીઠડ જવાના માર્ગ પર આવેલા ખેતરના ગોડાઉનમાં ગુરૂવારે રાત્રિના તસ્કરો ત્રાટકયા હતા અને ગોડાઉનના દરવાજાનું તાળું તોડી તેમાંથી રૂા. 72 હજારની કિંમતનો 40 મણ કપાસ ચોરી કરી લઇ ગયા હતા. કપાસ ચોરીના બનાવ અંગેની હિતેષભાઇ દ્વારા જાણ કરાતા પીઆઇ પી.એન. ખાચર તથા સ્ટાફે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


